તનીષાની બર્થડેમાં તનુજાઃ માં-દીકરીનો સ્વીમવેર લુક લાગ્યો બહુ કુલ

04 March, 2020 09:16 PM IST  |  Mumbai | Mumbai Desk

તનીષાની બર્થડેમાં તનુજાઃ માં-દીકરીનો સ્વીમવેર લુક લાગ્યો બહુ કુલ

દીકરી તનીષાની બર્થ ડે પાર્ટીમાં સ્વિમ વેરમાં કુલ દેખાતાં તનુજા

હિંદી ફિલ્મોની સિનિયર એક્ટ્રેસ તનુજાની દીકરી, કાજોલની નાની બહેન અને નિલ એન્ડ નિક્કી ફિલ્મની અભિનેત્રી તનિષા મુખર્જી 3જી માર્ચે 42 વર્ષની થઇ. તનીષાએ તેનો જન્મદિવસ ખાસ મિત્રો અને અને મમ્મી તનુજા સાથે ઉજવ્યો. મજાની વાત તો એ છે કે રિસોર્ટમાં ઉજવાયેલા આ જન્મદિવસમાં તનિષાની અન્ય સખીઓ સાથે તનુજા પણ સ્વિમિંગ કોશ્ચુમમાં દેખાયા. તનિષાને સરપ્રાઇઝ પાર્ટી આપવામાં આવી હતી.

તનિષાએ તેની બર્થ ડે પાર્ટીની ક્ષણો પોતાના સોશ્યલ મીડિયા પર શેર કરી હતી, જેમાં બીચવેરમાં ખુશ તનિષાથી લઇને મિત્રો સાથે કેક કાપતી તનિષા જોઇ શકાય છે.

તનિષાએ પોતાની સખીઓને પણ થેંક્યુ કહ્યું હતું અને પોતાની બર્થડને સ્પેશ્યલ બનાવવા માટે આભાર માન્યો હતો.
તનિષા અને તનુજા બંન્ને સ્વિમ વેરમાં બહુ કુલ દેખાતા હતા.

તનુજાની તસવીરો જોઇને લાગે કે આ યસ્ટર યર્સની અભિનેત્રીએ ઉંમરને બાંધી લીધી છે અને તે આજે પણ એટલા જ ગ્રેસફુલ લાગતા હતા. કાજોલ બહેનની બર્થ ડે પાર્ટીમાં ગેરહાજર હતી પણ તેણે પણ એક સરસ મજાની પોસ્ટ દ્વારા પોતાની બહેનને બર્થડે વિશ કર્યું હતું.

 તનિષાએ 2003માં ફિલ્મી કરિયર શરુ કરયું અને પછી સરકાર, વન ટુ થ્રી જેવી ફિલ્મોમાં કામ કર્યું અને બિગ બોસની સાતમી સિઝનમાં પણ ભાગ લીધો પણ પછીથી તેણે ફિલ્મી કારકિર્દીને નેવે મુકી દીધી હોય તેવું લાગે છે.

 

 

kajol bollywood bollywood news tanishaa mukerji