Coronavirus Lockdown: સોનુ સૂદે 177 છોકરીઓને એરલિફ્ટ કરાવડાવી

29 May, 2020 04:16 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus Lockdown: સોનુ સૂદે 177 છોકરીઓને એરલિફ્ટ કરાવડાવી

ભુવનેશ્વર એરપોર્ટ ઉતર્યા પછી પણ આ છોકરીઓએ કેમેરા માટે ખુશખુશાલ પોઝ આપ્યો હતો, જેમાં તેમના હાથમાં સોનુ સૂદની તસવીરો હતી અને તેઓ એરપોર્ટ ક્રુની સાથે ઉભી હતી.

હજારો શ્રમિકોને તેમના વતન પહોંચાડવાનું બીડું ઝડપીને સોનુ સૂદે ઝડપનારો સોનુ સૂદ સતત વ્યસ્ત રહે છે. આજે સોનુ સૂદે કેરળમાં ફસાયેલી 177  ઉડિયા છોકરીઓને એરલિફ્ટ કરાવીને તેમના ઘરે પહોંચાડી છે.

રાજ્યસભાના એમપી અમર પટનાઇકે શુક્રવારે ટ્વીટ કરીને સોનુ સૂદે ઉડિયા છોકરીઓને એરલિફ્ટ કરાવી તે અંગે તેમને બિરદાવ્યા હતા.

તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે સોનુ સૂદજી, તમે કેરળમાં ફસાયેલી ઉડિયા છોકરીઓને તેમના ઘરે સલામત રીતે લઇ જઇ રહ્યા છો તે ખરેખર પ્રશંસનિય છે. તમારા ઉમદા પ્રયાસો બદલ તમને અભિનંદન. તમે જે રીતે જરૂરિયાતમંદોને ઘરે પહોંચાડવા કામ કરો છો તે અવર્ણનિય છે.

સુત્રો અનુસાર 177 છોકરીઓ જે એર્નાકુલમમાં ફસાઇ ગઇ હતી તેમને પોતાના ઘરે હેમખેમ ઓરિસ્સા પહોંચાડવા માટે સોનુ સૂદની મદદથી એક વિશેષ એરક્રાફ્ટની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ છોકરીઓ કેરળની ભરતકામની ફેક્ટરીમાં કામદારી હતી. તેમની સાથે એરક્રાફ્ટમાં દસ શ્રમિકો હતા જે પ્લાયવુડની ફેક્ટરીમાં કામ કરતા હતા. ટ્વિટર પર તસવીરો છે જેમાં આ છોકરીઓ કોચી એરપોર્ટની બહાર ઉભી છે તેવું દેખાય છે. ભુવનેશ્વર એરપોર્ટ ઉતર્યા પછી પણ આ છોકરીઓએ કેમેરા માટે ખુશખુશાલ પોઝ આપ્યો હતો, જેમાં તેમના હાથમાં સોનુ સૂદની તસવીરો હતી અને તેઓ એરપોર્ટ ક્રુની સાથે ઉભી હતી.

સોનૂ સુદે એક ઇન્ટરવ્યુમાં એમ કહ્યું હતું કે તે પોતે પણ આ શહેરમાં માત્ર પાંચ હજાર રૂપિયા લઇને આવ્યો હતો અને તે આ માઇગ્રન્ટ્સની માફક બહારનો જ હતો. સોનુ સૂદને ટ્વિટર પર પણ અઢળક પ્રેમ મળી રહ્યો છે.

sonu sood bollywood entertainment news