સોનમ કપૂર આહુજા મુંબઇ પહોંચી, પરિવાર સાથે ઉજવ્યો બર્થડે

09 June, 2020 11:19 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

સોનમ કપૂર આહુજા મુંબઇ પહોંચી, પરિવાર સાથે ઉજવ્યો બર્થડે

સોનમ કપૂર અહુજાનાં પતિ આનંદ અહુજા અને તેના પરિવારે તો સેલિબ્રેશન મિસ કર્યું હતું પણ વીડિયો કૉલથી તેઓ સોનમની આ ઉજવણીમાં જોડાયેલા હતા.

આજે સોનમ કપૂર અહુજાનો 35મો જન્મદિવસ હતો અને તે જન્મદિવસ ઉજવવા માટે મુંબઇ આવી પહોંચી હતી. સોનમ તેના પતિ આનંદ અહુજા સાથે દિલ્હીમાં રહી હતી. આ પહેલાં તેઓ લંડન હતા અને લૉકડાઉન દરમિયાન તેઓ દિલ્હી પહોંચ્યા હતા. અભિનેત્રી તેના કુટુંબને બહુ જ મિસ કરી રહી હતી અને સોશ્યલ મીડિયા પર સતત તે પોતાની લાગણીઓ વ્યક્ત કર્યા કરતી હતી. સોનમ કે અહુજાએ જેવું લૉકડાઉન ખુલ્યું અને એરલાઇન્સ શરૂ થઇ તે તરત જ મુંબઇ આવવા નીકળી હતી. ઝોયા ફેક્ટરની આ અભિનેત્રી પોતાના 35મા જન્મદિવસને ઉજવવા માટે મુંબઇ પહોંચી હતી. તેની બહેન રિયા, માતા-પિતા સુનિતા અને અનિલ કપૂર સાથે બર્થ ડે ઉજવવા તે સોમવારે મોડી રાતે મુંબઇ પહોંચી હતી.

તેણે પોતાના પતિ આનંદ માટે પણ પ્રેમભરી પોસ્ટ શેર કરી હતી.

સોનમ કપૂરના પરિવારે જુહુનાં ઘરે બહુ સરસ ડેકોરેશન કર્યું હતું અને પિંક અને ગોલ્ડમાં ઘર જામતું હતું. બલુન્સ અને પાર્ટી ફ્લાવર્સથી સોનમ માટે પાર્ટીનો માહોલ ખડો કરાયો હતો.

 

 

સોનમ કપૂર અહુજાનાં પતિ આનંદ અહુજા અને તેના પરિવારે તો સેલિબ્રેશન મિસ કર્યું હતું પણ વીડિયો કૉલથી તેઓ સોનમની આ ઉજવણીમાં જોડાયેલા હતા. સોનમ કપૂરનાં જન્મદિવસની ઉજવણી ઇન્સ્ટા સ્ટોરીઝમાં જોવા મળી હતી જે તેની બહેન રિયાએ શેર કરી હતી.

 

sonam kapoor bollywood news bollywood entertainment news rhea kapoor anil kapoor sunita kapoor