‘ભુજઃ ધી પ્રાઇડ ઑફ ઇન્ડિયા’નો ફર્સ્ટ લુક જાહેર, લોકો કહે છે બૉયકોટ કરો

17 July, 2020 09:06 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

‘ભુજઃ ધી પ્રાઇડ ઑફ ઇન્ડિયા’નો ફર્સ્ટ લુક જાહેર, લોકો કહે છે બૉયકોટ કરો

સોનાક્ષી સિંહા

કોરોનાવાઇરસને કારણે મોટી મોટી ફિલ્મો થિએટરને બદલે હવે OTT પ્લેટફોર્મ્સ પર રિલીઝ થવાની છે. અજય દેવગણ અને સોનાક્ષી સિંહાની ફિલ્મ ભુજઃ ધી પ્રાઇડ ઑફ ઇન્ડિયા પણ જલ્દી જ OTT પર રિલીઝ થવાની છે. આ ફિલ્મ અંગે સોનાક્ષી સિંહા બહુ જ ઉત્સાહિત છે અને તેનો ફર્સ્ટ લુક આજે જ જાહેર કરાયો છે. આ ફિલ્મમાં સોનાક્ષી એક બહુ જ હિંમતવાન છોકરીના પાત્રમાં છે જેના નેતૃત્વ હેઠળ 299 સ્ત્રીઓ મળીને ભારતીય સેનાને મદદ કરે છે. આ કથા એક વાસ્તવિક ઘટના પર આધારીત છે અને ફિલ્મના ફર્સ્ટ લૂકને તેણે સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર શરે કર્યો હતો. સોનાલી સુંદરબેન જેઠા મધરપરયા નામની સમાજ સેવિકાનું બહાદુર પાત્ર નિભાવી રહી છે અને આ પાત્ર કરવાનો તેને ગર્વ છે. અજય દેવગણ ફિલ્મમાં આર્મી ઑફિસરના પાત્રમાં છે. ફિલ્મનાં પોસ્ટ પહેલાં પણ રિલીઝ થયા છે પણ સોનાક્ષીનો લુક આ  પોસ્ટર સાથે લોકોને પહેલીવાર જોવા મળી રહ્યો છે. સોનાક્ષીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ પોસ્ટર શેર કર્યું અને પોતે આ ઐતિહાસિક ફિલ્મનો હિસ્સો બની તેનો તેને ગર્વ છે એમ તેણે વ્યક્ત કર્યું.

આ તરફ બૉલીવુડમાં નૅપોટિઝમની ચર્ચા અટકી નથી અને સોનાક્ષીને પણ આજે ટ્રોલ કરવામાં આવી છે. સોનાક્ષીએ ટ્વિટર તો સાવ છોડી દીધું છે પણ ઇન્સ્ટાગ્રામ પર પણ લોકોએ પોતાના રોષ ઠાલવવામાં કંઇ બાકી નથી રાખ્યું. લોકો કહે છે કે આ ફિલ્મનો બહિષ્કાર થવો જોઇએ.

sonakshi sinha bhuj bollywood entertainment news ajay devgn