શ્રધ્ધા કપૂર કોસ્ટાર સુશાંત વિષેઃ એ અનોખો હતો, નાની વાતોથી પ્રભાવિત થતો

19 June, 2020 04:26 PM IST  |  Mumbai

શ્રધ્ધા કપૂર કોસ્ટાર સુશાંત વિષેઃ એ અનોખો હતો, નાની વાતોથી પ્રભાવિત થતો

શ્રધ્ધાની પોસ્ટ ખરેખર બહુ હ્રદયસ્પર્શી છે અને તે દર્શાવે છે કે તેઓ કેટલા સરસ મિત્રો હતા.

શ્રધ્ધા કપૂર અને સુશાંત સિંહે છીછોરે ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. એ ફિલ્મ જે આત્મહત્યા ન કરવી જોઇએ અને આશા અમર છેના વિચાર પર બની હતી. કમનસીબે સુશાંતે આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી દીધું, 15મી જૂને બપોરે તેના અંતિમ સંસ્કાર થયા જેમાં બૉલીવુડનાં ગણતરીના લોકો હાજર રહ્યા હતા. શ્રધ્ધા કપૂર પણ ત્યાં હાજર હતી.

તેણે ગઇકાલે જ ઇન્સ્ટાગ્રામ પર પોતાના મિત્ર અને કો સ્ટારને ગુમાવ્યાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. તેણે પોતાની પોસ્ટમાં સુશાંતના કલ્પનાશીલ સ્વભાવની વાત કરી છે અને તેના જવાથી કેવો ખાલીપો સર્જાયો છે તેની પણ વાત કરી છે. તેણે પોતાની પોસ્ટ સાથે બે તસવીરો મુકી છે જેમાં એકમાં તે અને સુશાંત એક ફ્રેમમાં હોય તેવી તસવીર છે, જે છીછોરે ફિલ્મના સમયની છે. બીજી તસવીર એ પુસ્તકની છે જે તેને સુશાંતે ભેટ આપી હતી. આ પુસ્તક આઇ. સી રોબ્લેડો લિખીત સિક્રેટ પ્રિન્સીપલ્સ ઑફ જિનીયસ છે. ગયા વર્ષે માર્ચ મહીનામાં સુંશાતે આ પુસ્તક શ્રદ્ધાને ભેટ આપ્યું હતું અને તેના પહેલા પાને તેણે લખ્યું છે કે, ડિયર શ્રધ્ધા, જિનિયસ ઇઝ ઇન ધી વેઝ ઑફ સિઇંગ. હાઉ યુ ચૂઝ ટુ સી ઇઝ બ્યુટિફુલ” 

શ્રધ્ધાએ સુશાંત વિષે લખ્યું છે કે, જે થયું તે સ્વીકારવાનો પ્રયાસ કરી રહી છું અને એ બહુ જ અઘરું છે, બહુ મોટો ખાલીપો છે સુશાંત. વ્હાલા સુશ! નમ્રતા, માનવતા, બુદ્ધિ અને જિંદગી પ્રત્યેની કાયમી ઉત્સુકતા,દરેકમાં સારું જોવું, બધે જ સારું જોવું. તે પોતાના ટ્યૂન્સ પર જ નાચતો.હું હમેશા સેટ પર તેને મળવાની રાહ જોતી, વિચારતી કે આજે વળી કઇ બાંધી રાખે એવી વાત કરશે. એ વંડરફુલ કો-એક્ટર તો હતો જ અને પોતાના કામમાં તે પોતાનું હૈયું અને આત્મા બંન્ને ઠાલવતો. તેનું માયાળુ સ્મિત, તેની સાથે શૂટ દરમિયાન અમે કોસ્મોસની વાતો કરતાં, ફિલોસોફીની ચર્ચા કરતા, અમે સાથે ગાળેલી ક્ષણો હંમેશા આશ્ચર્યથી ભરપૂર રહેતી. (તેને સંગતી અને કવિતાઓ ખૂબ ગમતા), તેણે મને તેના ટેલિસ્કોપથી ચંદ્ર બતાવ્યો હતો, એ જોઇને હું કંઇ બોલી પણ નહોતી શકી કારણકે હું ચંદ્રની સુંદરતાને આટલી નજીકથી જોઇ શકી. તેને એ લાગણી એકબીજા સાથે શેર કરવી હતી. અમે છીછોરેની ગેંગ મળીને પાવના ગયા હતા, તેના ઘરે અને ત્યાંની શાંતિ, કુદરતી સૌંદર્ય બધું જ મંત્રમુગ્ધ કરી દે તેવું હતું. તે જિંદગીમાં નાનામાં નાની બાબતથી આશ્ચર્યચક્તિ કે મોહિત થઇ શકતો અને એ પણ એક જિનિયસ દ્રષ્ટિમાં. તે ખરેખર અનોખો હતો, હું તને મિસ કરીશ, સુશ... શાઇન ઓન!

શ્રધ્ધાની પોસ્ટ ખરેખર બહુ હ્રદયસ્પર્શી છે અને તે દર્શાવે છે કે તેઓ કેટલા સરસ મિત્રો હતા.છીછોરે 2019ની સૌથી મોટી હીટ ગણાય છે અને બોક્સ ઑફિસ પર આ ફિલ્મે  150 કરોડ કમાયા હતા. એ જ વર્ષે સુશાંતે ક્રિટીક્સને પોતાના ચાર્મથી પ્રભાવિત કર્યા હતા અને સોનચિરીયામા તેણે ચંબલના ડાકુના રોલથી સૌને પોતાના અભિનયની તાકાત ફરી સાબિત કરી હતી.

sushant singh rajput shraddha kapoor bollywood news entertainment news