રોહિત શેટ્ટીએ મુંબઈ પોલીસ માટે આઠ હોટેલની વ્યવસ્થા કરી

22 April, 2020 03:00 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Correspondent

રોહિત શેટ્ટીએ મુંબઈ પોલીસ માટે આઠ હોટેલની વ્યવસ્થા કરી

રોહિત શેટ્ટી

રોહિત શેટ્ટીએ મુંબઈના પોલીસ માટે આઠ હોટેલની વ્યવસ્થા કરી છે જ્યાં તેઓ રહેવાની સાથે, આરામ, ચેન્જ કરવાનો અને ભોજનનો લહાવો માણી શકશે. કોરોના વાઇરસને કારણે મુંબઈ પોલીસ સતત કામ કરી રહી છે. તેઓ કામ કરીને ઘરે જાય તો તેમની સાથે ઘરના વ્યક્તિ માટે પણ રિસ્ક છે અને એથી જ તેમના માટે જરૂરી સેવા પૂરી પાડવામાં આવી રહી છે. આ માટે રોહિત શેટ્ટીએ પણ મદદનો હાથ લંબાવ્યો છે. તેણે મુંબઈની જુદી-જુદી જગ્યાએ આઠ હોટેલની વ્યવસ્થા કરી છે જેનો ઉપયોગ ફક્ત મુંબઈ પોલીસ કરી શકશે. આ વિશે મુંબઈ પોલીસે ટ્વીટ કર્યું હતું કે ‘રોહિત શેટ્ટીએ મુંબઈમાં જુદી-જુદી જગ્યાએ આઠ હોટેલની વ્યવસ્થા કરી છે. આ હોટેલમાં ઑન-ડ્યુટી કોવિડ વૉરિયર્સ રેસ્ટ, શાવર અને ચેન્જ કરવાની સાથે બ્રેકફાસ્ટ અને ડિનર પણ કરી શકશે. કોરોના વાઇરસ સામે લડવાની લડાઈમાં અને મુંબઈને સેફ રાખવાની પહેલમાં અમને મદદ કરવા બદલ તેનો આભાર માનીએ છીએ.’

rohit shetty mumbai police bollywood news coronavirus covid19