રવીના ટંડને બૉલીવુડની ગંદકી પર કરી ટિપ્પણી, કહ્યું ‘મીન ગર્લ ગેંગ’ છે

16 June, 2020 03:06 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

રવીના ટંડને બૉલીવુડની ગંદકી પર કરી ટિપ્પણી, કહ્યું ‘મીન ગર્લ ગેંગ’ છે

રવીના ટંડન

સુશાંત સિંહ રાજપૂચની આત્મહત્યાને પગલો બૉલીવુડમાં ભારે હોબાળો થઇ ગયો છે. લોકો સગાં વાદ વિશે બોલી રહ્યાં છે અને ધર્મેન્દ્રથી માંડીને કોયના મિત્રાએ પોતાના અનુભવો અને અભિપ્રાયો શેર કર્યા છે. શમિતા શેટ્ટી, રિત્વીક ધંજાની અને અન્યો બાદ હવે રવીના ટંડને પણ શો બિઝનું કડવું સત્ય રજૂ કર્યું છે. તેણે ટ્વિટર પર એકથી વધુ ટ્વીટમાં આ ઊભરો ઠાલવ્યો છે. તેણે આ ટ્વીટ્સમાં લખ્યું છે કે હીરોની ગર્લફ્રેન્ડથી માંડીને, પેઇડ નેગેટિવ રિપોર્ટ લખનારા પત્રકારો પણ હોય જ છે. તેણે લખ્યું છે કે ઇન્ડસ્ટ્રીમાં સાચું બોલનારાઓને હાંસિયામાં જ ધકેલી દેવાય છે અને હું ખુશનસીબ છું કે મારી મહેનત લેખે લાગી પણ ‘મીન ગર્લ ગેંગ’ અને કેમ્પ્સ તો અહીં છે જ. ઘણીવાર લોકોની કારકિર્દી તો ખતમ કરી જ દેવાય છે પણ તમારે મક્કમ રહીને ટકી રહેવું પડે છે.

રવીના ટંડને અનેકવાર તેના બબલી-રમતળિયા અવતારને સોશ્યલ મીડિયા પર દર્શાવ્યો છે પણ સુશાંતના મૃત્યુ પછી લાગે છે કે બૉલીવુડનાં લોકોએ પોતાનો બળાપો કાઢવાનું શરૂ કર્યું છે. રવીના ટંડને ‘ગુઝર જાયેગા’ ગીતમાં ભાગ લીધો છે જેમાં અમિતાભ બચ્ચન અને અન્ય સેલેબ્રિટીઝ છે અને તે ગીત કોરોનાવાઇરસનાં રોગચાળાનાં કપરા સમયને સંબોધીને બનાવાયું હતું.રવીના ટંડન હવે આગામી પ્રોજેક્ટ KGF: Chapter 2માં દેખા દેશે અને રમિકા સેનનું પાત્ર ભજવશે.

raveena tandon bollywood sushant singh rajput bollywood gossips entertainment news