દીપિકા અને રણબીરે આવકાર્યો દીકરાને, સરોગસી ચાઇલ્ડ

01 April, 2020 06:49 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

દીપિકા અને રણબીરે આવકાર્યો દીકરાને, સરોગસી ચાઇલ્ડ

રણવીર સિંઘ અને દીપિકા પાદુકોણ

કોરોના વાઇરસનાં માહોલમાં દીપિકા પાદુકોણ અને રણબીર સિંઘ પોતાના પહેલાં બાળકને આવકાર્યું છે અને ખુશીની લહેર ફેલાવી છે.લાંબા મહીનાઓની પ્રતિક્ષા પછી દીપિકા અને રણબીર પેરન્ટ્સ બન્યાં છે અને બંન્ને બહુ જ ખુશ છે.તેમણે બેબી બૉયને પરિવારમાં આવકાર્યો છે. તેઓ લગ્ન કર્યાં તે પહેલાંથી જ બાળકની ઇંતેજારીમાં હતા અને બંન્ને જણ જલ્દી જ મમ્મી-પપ્પા બનવા માગતા હતા.આ કપલે સરોગસીથી બાળકને આવકારવાનું નક્કી કર્યું કારણકે તેઓ બંન્ને તો કામમાં બહુ જ બિઝી રહે છે.બિઝી કરિયરમાં નેચરલ રીતે બાળકને આવકારે તો કારકિર્દી પર બ્રેક મારવી પડે અને તે બંન્ને એવું કરવા નહોતા ઇચ્છતા.આ સમાચાર અંગે રણવીર સિંઘે અને દીપિકાએ એક જોઇન્ટ સ્ટેમેન્ટમાં કહ્યું હતું કે, “અમે અમારા બેબી બૉયના આગમનની જાહેરાત કરીને બહુ જ ખુશ થયા છીએ.તે સરોગસીથી અમારી લાઇફમાં આવ્યો છે અને અમારે માટે આ આનંદનું વર્ણન કરવું પણ મુશ્કેલ છે. અમે બંન્ને પરિવાર શરૂ કરવા માગતા હતા અને હવે પેરન્ટ હુડની અનોખી મુસાફરી પર ખુશી ખુશી આગળ વધીશું.”

આજકાલ દીપિકા કસરતનાં વીડિયો મુકે છે અને રણવીર સિંઘ તેની સાથે મસ્તી કરવાનાં પણ હવે જલદી જ તેઓ તેમના આ ટેણિયાનાં ફોટોગ્રાફ્સ ઇન્સ્ટાગ્રામ પર શેર કરશે. તેઓ અત્યારે મુંબઇમાં છે પણ દીપિકાનાં ઘર બેંગલુરુ કેવી રીતે પહોંચવું તેની તજવીજમાં છે કારણકે તેઓ ચાહે છે કે દીપિકાનાં પેરન્ટ્સ પણ જલદી જ તેમનાં પૌત્રને મળે. રણવીર સિંઘે કહ્યું કે તેઓ બંન્ને રિલેશનશીપમાં આવ્યા ત્યારથી જ બાળકનાં સપનાં સેવે છે અને પોતે પિતા બનવા ઉત્સુક હતો.વળી તેણે પોતાના ડિઝાઇનરને કહીને પોતાના જેવા મસ્ત મજાનાં રંગીન કપડાં બાળક માટે તૈયાર કરવાની સૂચના પણ આપી દીધી છે અને તેની પર ‘બાપ તેવા બેટા’ એવું અંગ્રેજીમાં એટલે કે ‘લાઇક ફાધર લાઇક સન’ લખાવવાનું પણ નક્કી કર્યું છે. રણવીર સિંઘ અને દીપિકા પાદુકોણ દિકરાનાં આગમનથી બહુ જ ખુશ છે, દીપિકાએ રણવીરનાં બધાં ઘેલાંને આવકાર્યા છે.

આ સાથે તમને ખાસ જણાવવાનું કે રણવીર અને દીપિકા (નથી) બન્યાં છે મમ્મી-પપ્પા અને તમે બન્યાં છો ‘APRIL FOOL’.

 

deepika padukone ranveer singh bollywood news entertainment news