રાણા દગ્ગુબાતી અને મિહીકા બજાજે કરી સગાઇ

21 May, 2020 01:54 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

રાણા દગ્ગુબાતી અને મિહીકા બજાજે કરી સગાઇ

રાણાનાં ફેન્સ અને ઘણાં સેલેબ્ઝને માટે આ એક સરપ્રાઇઝ છે અને બધાં જ બીજી તસવીરોની રાહ જોઇ રહ્યાં છે.

લૉકડાઉન દરમિયાન ઘણાં સેલિબ્રિટીઝે તેમનાં સંબંધને ઑફિશ્યલ કર્યા છે. કેટલાકે સાદાઇથી લગ્ન સુધ્ધાં કર્યા છે અને જાહેર નથી કર્યું તો કેટલાકે આ જાહેરાત સોશ્ય મીડિયા પર કરવાનો નિર્ણય લીધો છે.  રાણા દગ્ગુબાતી અને મિહીકા બજાજે આ મહીનાની શરૂઆતમાં પોતાના રિલેશનશીપની જાહેરાત કરી અને ત્યારથી તેમનાં લગ્નની અફવાઓ ઉડવા માંડી. ઘણાંએ કહ્યું કે તેઓ ડિસેમ્બરમાં લગ્ન કરશે પણ લાગે છે કે આ યુગલ હવે બહુ રાહ જોવા નથી માગતું 21મી મેએ સવારે રાણા અને મીહિકાએ રૂપિયો નારિયેળ એટલે કે રોકા સેરિમની કરી લીધી છે.

જેમ તસવીરમાં દેખાય છે તે જોતા લાગે છે કે રાણા અને મિહીકાનાં ઘરમાં ઉજવણી પણ શરૂ થઇ ગઇ છે.રાણાએ આ જાહેરાત ઇન્સ્ટાગ્રામ પર પણ કરી છે અને આ તસવીરો ઘણું બધું કહી જાય છે. તેમના ચહેરા પરનો આનંદ તો મજાનો છે જ પણ તેમનું ડ્રેસિંગ પણ ઇન્ટ્રેસ્ટિંગ છે. રાણાએ સફેદ દક્ષિણી વસ્ત્રો પહેર્યાં અને મીહિકાએ બ્રાઇટ કલરની સાડી પહેરી છે. આ સાડી ઉપાડા કે કાંજીવરમ હોઇ શકે છે. એક્ટરે તેની ઇન્સ્ટા સ્ટોરીમાં પણ તસવીર શેર કરીને ઇટ્સ ઑફિશ્યલ એમ લખ્યું હતું.

નવ યુગલને શુભેચ્છાઓ. જો કે રાણાનાં ફેન્સ અને ઘણાં સેલેબ્ઝને માટે આ એક સરપ્રાઇઝ છે અને બધાં જ બીજી તસવીરોની રાહ જોઇ રહ્યાં છે.

rana daggubati bollywood entertainment news bollywood news