નીના ગુપ્તાની સલાહઃ પરણેલા પુરુષનાં પ્રેમમાં ન પડશો

03 March, 2020 03:23 PM IST  |  Mumbai | Mumbai Desk

નીના ગુપ્તાની સલાહઃ પરણેલા પુરુષનાં પ્રેમમાં ન પડશો

નીના ગુપ્તા ઇન્સ્ટાગ્રામ પર બહુ જ એક્ટીવ રહે છે.

નીના ગુપ્તા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી અવારનવાર રસપ્રદ વાતો શેર કરે છે. તેમણે પોતાની જ એક મજાની સિરીઝ જેવું શરૂ કર્યું છે જેને તેમણે નામ આપ્યું છે 'સચ કહું તો', જેમાં તેઓ જીવન સાથે જોડાયેલી એવી વાતોનો ઉલ્લેખ કરતા હોય છે જેને સમજવું જરૂરી તો હોય છે પણ સામાન્ય રીતે તેને આપણે અવગણી દઇએ છે કારણકે જાતને મહત્વ આપવાનું સ્ત્રીઓ ભુલી જતી હોય છે.

ગઇ કાલે શેર કરેલા એક વીડિયોમાં નીના ગુપ્તાએ આવી જ એક રસપ્રદ વાત કરી છે. તે અત્યારે મુક્તેશ્વરમાં છે અને ત્યાંથી આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે કંઇક આમ વાત શરૂ કરે છે, "આ સંવાદો તમે સાંભળ્યા હશે કે, એ મને બહુ પ્રેમ કરે છે, તે પોતાની પત્નીને મારે માટે છોડી જ દેવાનો છે વગેરે." પરણેલા પુરુષનાં પ્રેમમાં પડેલી સ્ત્રીની અપેક્ષાઓ ધીરે ધીરે વધવા માંડે ત્યારે તેને તેની સાથે વધુ સમય પસાર કરવો હોય છે. થોડા કલાકો પસાર કરતી સ્ત્રીને પછી પુરુષ સાથે રાત પણ પસાર કરવાનું મન થાય છે અને આ બધું સંવેદનાઓની સલામતી માટે હોય છે નહીં કે માત્ર શારીરિક નિકટતા માટે. પરંતુ પરણેલો પુરુષ તેને હંમેશા ટાળ્યે રાખે છે અને પોતે પોતાની પત્નીને છોડી દેશે તેવા બહાના આપ્યા કરે છે.

 નીના ગુપ્તા જેણે પોતે વિવિયન રિચાર્ડ્ઝ ક્રિકેટર સાથે સંબંધ બાંધીને મસાબા ગુપ્તાને વગર લગ્ને જન્મ આપ્યો તેમણે અગાઉ પણ પોતે કઇ રીતે આ પ્રકારનાં સંબંધ માટે કોઇને પણ ક્યારેય સલાહ નહીં આપે તેવું કહ્યું છે. તેમણે પોતાની સ્ટ્રગલની વાત પણ અગાઉ કરી છે. બોલ્ડ, બિંધાસ્ત અને આખા બોલા નીના ગુપ્તાએ પોતાના આ વીડિયોમાં પોતાના મહિલા ચાહકોને સલાહ આપી છે કે કોઇ પણ ભોગે પરણિત પુરુષનાં પ્રેમમાં ન પડવું જોઇએ કારણકે તે પુરુષ ક્યારેય પણ પોતાનાં ઘર કે પત્નીને છોડીને તેને એ જિંદગી નહીં આપે જે તે પોતે ઇચ્છે છે.

neena gupta instagram bollywood bollywood news