કોઇએ કરાવી ચંપી તો કોઇ ફોલ્યા વટાણાઃ લૉકડાઉન ડાયરીઝ

17 April, 2020 04:04 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Correspondent

કોઇએ કરાવી ચંપી તો કોઇ ફોલ્યા વટાણાઃ લૉકડાઉન ડાયરીઝ

ઇનસ્ટાગ્રામ

લૉકડાઉનમાં ક્રિતી ખરબંદાને તેનો બૉયફ્રેન્ડ પુલકિત સમ્રાટ ચંપી કરી આપતો જોવા મળી રહ્યો છે. ૨૦૧૯માં આવેલી ‘પાગલપંતી’ દરમ્યાન તેઓ એકબીજાની નિકટ આવ્યાં હતાં અને ફિલ્મની રિલીઝના થોડા સમય બાદ તેમણે તેમની રિલેશનશિપ વિશે લોકોને જણાવી પણ દીધું હતું. હેડ મસાજ કરતો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ક્રિતીએ કૅપ્શન આપી હતી કે ‘પહેલાં તો મેં તેને ચંપક જેવો બનાવ્યો. બાદમાં તેણે મારી ચંપી કરી. આ માટે પુલકિત સમ્રાટનો આભાર. આ અમારી ક્વૉરન્ટીન મેમરી રહેશે. તેની પાસે ચંપી કરાવવી એ હવે ઑફિશ્યલી મારી લાઇફનો મોટો બની ગયો છે.’

કુણાલ ખેમુ તેની દીકરી ઇનાયા સાથે મળીને વટાણા છોલી રહ્યો છે. લૉકડાઉનમાં ઘરમાં બેસીને લોકો ઘરકામમાં મદદ કરી સમય પસાર કરી રહ્યા છે. સોહા અલી ખાને શૅર કરેલો આ ફોટો લોકોને ખૂબ ગમી રહ્યો છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સોહાએ કૅપ્શન આપી હતી કે ઇટ્સ જસ્ટ અ મટર (વટાણા) ઑફ ટાઇમ.

kunal khemu kriti kharbanda bollywood news entertainment news