રણબીર કપૂરના ડુપ્લિકેટ મોડલ જુનૈદ શાહનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન

17 July, 2020 06:06 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

રણબીર કપૂરના ડુપ્લિકેટ મોડલ જુનૈદ શાહનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન

બંન્ને ચહેરામાં બહુ જ સામ્યતાઓ છે

મશહુર કાશ્મિરી મોડેલ જુનૈદ શાહનું નિધન થયું  છે. જુનૈદ શાહ બૉલિવૂડ અભિનેતા રણબીર કપૂરના ડુપ્લિકેટ તરીકે બહુ જ ફેમસ થયો હતો.  જુનૈદ બિલકુલ રણબીર જેવો દેખાતો હતો અને હાર્ટ એટેક આવવાથી તેનું અચાનક શ્રીનગરના ઇલાહી બાગમાં તેના ઘરે જ મૃત્યુ થઇ ગયું છે.

કાશ્મીરના જાણીતા પત્રકાર યૂસુફ જુનૈદે આ અંગે માહિતી આપી હતી. તેમણે આ અંગે પોતાના ઑફિશ્યલ ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કર્યું હતું.  તેમણે ટ્વીટમા લખ્યું છે કે મોડી રાત્રે અમારા પાડોશી નિસાર અહમદ શાહના દિકરા જુનૈદ શાહનું કાર્ડિયાક અરેસ્ટને કારણે મોત થયું છે. તેને લોકો બૉલીવુડ અભિનેતા રણબીર કપૂરનાં હમશકલ તરીકે ઓળખતા.

જુનૈદની પ્રખ્યાતી પણ સોશ્યલ મીડિયા પર ખુબ હતી અને તે રણબીરની સ્ટાઇલને ફોલો કરતો હતો. માત્ર ફેંન્સ નહીં પણ રણબીરના પિતા ઋષિ કપૂરે પણ જુનૈદ તેમના દીકરા જેવો દેખાય છે તેની પુષ્ટિ કરી હતી અને સોશ્યલ મીડિયા પર આ વાત વખાણી હતી. 2015માં ઋષિ કપૂરે દીકરા રણબીર કપૂર સાથે જુનૈદના ફોટોગ્રાફનું કોલાજ બનાવી શેર કર્યું હતું અને લખ્યું હતું કે હે ભગવાન મારા દિકરા જેવો જ આબેહુબ, વિશ્વાસ જ નથી આવતો કે આટલો સરસ ડુપ્લિકેટ.

>

સાંવરિયા ફિલ્મમાં રણબીર કપૂર લોન્ચ થયો ત્યારથી કૉલેજમાં જુનૈદને સૌ તેના ડુપ્લિકેટ તરીકે જ ઓળખાતો તે એમબીએ થયેલો હતો અને મોડલિંગ કરતો હતો.

ranbir kapoor bollywood news entertainment news