જ્હાનવી કપૂરની ફિલ્મ ગુંજન સક્સેના,નેટફ્લિક્સ પર રિલીઝ થશે

09 June, 2020 11:20 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

જ્હાનવી કપૂરની ફિલ્મ ગુંજન સક્સેના,નેટફ્લિક્સ પર રિલીઝ થશે

ગુંજન સક્સેના ફિલ્મ પોસ્ટર ગ્રેબ

લૉકડાઉનને પગલે એટલું બધું બદલાયું છે કે ન પૂછોને વાત. આવા સંજોગોમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ પણ મોટાં મલ્ટિપ્લેક્સને બદલે OTT પ્લેટફોર્મ્સનો સહારો લઇને રિલીઝ પ્લાન કરી છે. અમિતાભ આયુષ્માનની શૂજીત સિરકારે ડાયરેક્ટ કરેલી ‘ગુલાબો સિતાબો’ તો આપણે એમેઝોન પ્રાઇમ પર જોઇશું જ અને પછી વિદ્યા બાલનની ‘શકુંતલા દેવી’ પણ OTT પ્લેટફોર્મ પર જ રિલીઝ થવાની છે.હમણાં જ જ્હાનવી કપૂરે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે કે તેની ફિલ્મ ‘ગુંજન સક્સેનાઃ ધી કારગીલ ગર્લ’ જલદી જ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.

આ ફિલ્મમાં જ્હાનવીએ એ પાયલટનો રોલ કર્યો છે જે કોમ્બેટમાં ભાગ લેનારી પહેલી છોકરી હતી. 1999માં બે પાયલ્ટ્સ ચિતા હેલિકૉપ્ટર લઇને એવા વિસ્તારમાંથી ઉડ્યા હતા જ્યાં પાકિસ્તાની સૈનિકોએ ગોળીઓ અને મિસાઇલનો વરસાદ વરસાવ્યો હતો. આમાંથી એક હેલિકૉપ્ટર ગુંજન સક્સેનાએ ઉડાડ્યું હતું અને જ્હાનવી આ જ પાત્ર ભજવી રહી છે. મૂળ તો આ ફિલ્મ માર્ચનાં અંતમાં થિએટર્સમાં પહોંચવાની હતી પણ લૉકડાઉન અને કોરોના વાઇરસે બધું ધુળ ધાણી કરી દીધું અને એટલે જ હવે મોટાં મોટાં પ્રોડ્યુસર્સ અને સ્ટૂડિયોઝ પોતાની ફિલ્મો OTT પ્લેટફોર્મ્સ પર રિલીઝ કરી રહ્યાં છે. જ્હાનવીએ આ અંગે પોસ્ટ શેર કરી છે.

 

આ પછી કહેવાય છે કે લુડો, ઝૂંડ જેવી ફિલ્મો પણ સ્ટ્રિમિંગ જાયન્ટ્સ સાથે ચર્ચામાં છે જેથી તેઓ આ ફિલ્મોને થિએટર નહીં પણ OTT પ્લેટફોર્મ્સ પર મુકશે. આ ઉપરાત ઇંદુ કી જવાની, રુહીઅફ્ઝા વગેરે પણ એવી ફિલ્મો છે જે કદાચ ડિજીટલ રિલીઝનો માર્ગ અપનાવે.

janhvi kapoor bollywood bollywood news entertainment news