એક્ટર શાહબાઝ ખાન સામે જાતીય સતામણીની ફરિયાદ થઇ

13 February, 2020 01:18 PM IST  |  Mumbai | Mumbai Desk

એક્ટર શાહબાઝ ખાન સામે જાતીય સતામણીની ફરિયાદ થઇ

શાહબાઝ ખાન/ તસવીર - યોગેન શાહ

એક્ટર શાહબાઝ ખાન સામે મુંબઇના ઓશિવરા પોલીસ સ્ટેશનમાં એક યવુતીની છેડતી અને જાતીય સતામણી કરવાની ફરિયાદ દાખલ કરાઇ.
આ અંગે તપાસ ચાલુ છે તેમ પોલીસે જણાવ્યું. શાહબાઝ ખાને ટેલિવિઝનમાં અને ફિલ્મોમાં કામ કર્યું છે. 'બેતાલ પચીસી', 'ધી ગ્રેટ મરાઠા', 'ચંદ્રકાંતા', 'સ્વોર્ડ ઑફ ટીપુ સુલતાન' વગેરે સિરિયલોમાં તેનું કામ નોંધપાત્ર હતું. તાજતેરમાં તેણે ટેલિવિઝન માટે 'રામ સિયા કે લવ કુશ', 'તેનાલી રામા' અને 'દાસ્તાન-એ-મુહોબ્બત સલીમ અનારકલી'માં દેખા દીધી હતી.

bollywood bollywood news oshiwara Crime News mumbai crime news