આયુષ્માન અને તાહિરા દીકરીનો બર્થ-ડે કેવી રીતે સેલિબ્રેટ કર્યો?

22 April, 2020 03:04 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Correspondent

આયુષ્માન અને તાહિરા દીકરીનો બર્થ-ડે કેવી રીતે સેલિબ્રેટ કર્યો?

આયુષ્માન ખુરાના અને તાહિરા કશ્યપની દીકરી વરુષ્કાનો સોમવારે બર્થ-ડે હતો.

આયુષ્માન ખુરાના અને તાહિરા કશ્યપની દીકરી વરુષ્કાનો સોમવારે બર્થ-ડે હતો. આયુષ્માન અને તાહિરાએ ક્વૉન્ટીન હાઉસ-પાર્ટી માટે તેમનું ઘર પણ સજાવ્યું હતું. તેમના ઘરે જે પણ સ્ટેશનરી ઉપલબ્ધ હતી એનો ઉપયોગ કરી તેમણે ઘર સજાવ્યું હતું. આ વિશે તાહિરાએ કહ્યું હતું કે ‘અમે છેલ્લા દસ દિવસથી બર્થ-ડે માટે તૈયારી કરી રહ્યાં હતાં. માર્કેટમાં ફુગ્ગા ન મળી રહેતાં હોવાથી અમે ઘરમાં જે કઈ ઉપલબ્ધ હતું એનાથી ડેકોરેશન કર્યું હતું. ન્યુઝપેપરને રીસાઇકલ કરવું અને પેપર શીટ્સને કલર કરવાની ખૂબ જ મજા આવી હતી. હું જ્યારે નાની-નાની છ કેક બનાવી રહી હતી ત્યારે આયુષ્માન બાળકો માટે ટ્રેઝર હન્ટની તૈયારી કરી રહ્યો હતો. તેમ જ તે તેના મ્યુઝિક દ્વારા અમને એન્ટરટેઇન પણ પૂરું પાડી રહ્યો હતો. મેં તેના માટે એક સ્પેશ્યલ વિડિયો પણ બનાવ્યો છે જેમાં તેના ક્લાસમેટ્સ અને અમારી ફૅમિલીનો સમાવેશ કર્યો છે.’
બર્થ-ડેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી આયુષ્માને કૅપ્શન આપી હતી કે  ‘હૅપી બર્થ-ડે વરુષ્કા. આ ક્વૉરન્ટીન અમને ઘણુંબધું શીખવી રહ્યું છે. અમે તેના બર્થે-ડે માટે ન્યુઝપેપરને રીસાઇકલ કરવાની સાથે વેસ્ટ પ્રોડક્ટનો ઉપયોગ કરીને ડેકોરેશન કર્યું હતું. આ બર્થ-ડે અમને હંમેશાં યાદ રહેશે. વધુ માહિતી માટે તાહિરાની પ્રોફાઇલની મુલાકાત લઈ શકો છો.’

ayushmann khurrana tahira kashyap bollywood bollywood news entertainment news