અક્ષય કુમારે 'રક્ષાબંધન' ફિલ્મની જાહેરાત કરી, બહેનને કરી ડેડિકેટ

03 August, 2020 01:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અક્ષય કુમારે 'રક્ષાબંધન' ફિલ્મની જાહેરાત કરી, બહેનને કરી ડેડિકેટ

આ ફિલ્મ આનંદ એલ રાય પ્રસ્તુત કરી રહ્યા છે

લાગે છે કે અક્ષય કુમાર એક પછી એક નવી ફિલ્મો જાહેર કરવા મંડી પડ્યો છે. તેની પાસે આમે ય ઘણી ફિલ્મો છે અને તેમાં તેણે આજે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી નવી ફિલ્મની જાહેરાત કરી છે જેને તે સ્પેશ્યલ ગણાવે છે. આજે આખો દેશ રક્ષાબંધન ઉજવી રહ્યો છે ત્યારે તેણે આ જ નામની ફિલ્મની જાહેરાત કરી છે.
હા ફિલ્મનું નામ રક્ષાબંધન છે અને અક્ષય ફિલ્મ વિશે કહે છે કે એક એવી વાર્તા જે તમારા હ્રદયને એ રીતે સ્પર્શી જાય કે બસ. મારા કરિયરમાં પહેલીવાર મેં કોઇ ફિલ્મ આટલી ઝડપથી સાઇન કરી હશે. આ ફિલ્મ #RakshaBandhan હું મારી બહેન અલ્કાને ડેડિકેટ કરું છું અને સાથે વિશ્વમાં સૌથી સ્પેશ્યલ ગણાતા બોન્ડને પણ ડેડિકેટ કરું છું, જે ભાઇ બહેનનો સંબંધ છે. થેંક્યુ @aanandlrai, આ મારે માટે બહુ જ સ્પેશ્યલ છે.
જુઓ આ છે ફિલ્મનું પોસ્ટર

આનંદ એલ રાય અને અક્ષય કુમાર અતરંગી રે ફિલ્મમાં પણ કામ કરી રહ્યા છે જેમાં અક્ષય સાથે ધનુષ અને સારા અલી ખાન છે અને તે આવતા વર્ષે વેલેન્ટાઇન્સ ડેનાં રોજ રિલીઝ થવાની છે. આ બે પ્રોજેક્ટ ઉપરાંત અક્ષય કુમારની લક્ષ્મી બોમ્બ, સૂર્યવંશી, પૃથ્વીરાજ, બચ્ચન પાંડે અને બેલ બોટમ ફિલ્મો પણ લાઇનમાં તૈયાર ખડી છે.
સૂર્યવંશી ફિલ્મને રોહિત શેટ્ટીએ ડાયરેક્ટ કરી છે અને તે માર્ચની 25મીએ રિલીઝ થવાની હતી પણ કોરોનાવાઇરસને કારણે આ ન થઇ શક્યું અને હવે તે દિવાળીમાં રિલીઝ થશે. બેલ બોટમ પણ સિનેમા હૉલ્સમાં 2021માં રિલીઝ થશે અને તેની રિલીઝ ડેટ 2 એપ્રિલ છે જ્યારે બચ્ચન પાંડે 22 જાન્યુઆરીએ 2021માં રિલીઝ થશે. પૃથ્વીરાજની નવી રિલીઝ ડેટ હજી સુધી જાહેર નથી થઇ. લક્ષ્મી બોમ્બ એમેઝોન પર રિલીઝ થવાની છે.

akshay kumar aanand l rai bollywood