આમિર ખાન સાથે 25 વર્ષ કામ કરનારા આસિસ્ટન્ટનું નિધન

13 May, 2020 10:18 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

આમિર ખાન સાથે 25 વર્ષ કામ કરનારા આસિસ્ટન્ટનું નિધન

60 વર્ષિય એમોસ આમિર ખાન સાથે છેલ્લા 25 વર્ષથી કામ કરતા હતા. ત

સુપર સ્ટાર આમિર ખાનનાં લાંબા સમયથી આસિસ્ટન્ટ રહેલા એમોસનું મંગળવારે 12મી મેનાં રોજ હાર્ટ એટેકને કારણે નિધન થઇ ગયું. 60 વર્ષિય એમોસ આમિર ખાન સાથે છેલ્લા 25 વર્ષથી કામ કરતા હતા. તેમની તબિયત બગડતાં તેમને હોલી ફેમિલી હૉસ્પિટલ લઇ જવાયા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. આમિરનાં ખાસ મિત્ર તથા લગાનનાં કો-સ્ટાર કરીમ હાજીએ કહ્યું કે એમોસ સવારે બેભાન થઇ ગયા અને તેમને તરત હૉસ્પિટલ લઇ જવાયા હતા, આમિર અને પત્ની કિરણ જ તેને હૉસ્પિટલ લઇ આવ્યા હતા. સાથે તેમની ટીમનાં સભ્યો પણ હતા. પીટીઆઇને કરીમે જણાવ્યું કે, એમોસે સુપરસ્ટાર સાથે ભલે કામ કર્યું પણ પોતે બહુ જ સાદા હતા અને તે બધા સાથે એક સરખો વહેવાર રાખતા. તેમને કોઇ બિમારી નહોતી અને તેમનું નિધન બહુ મોટો આઘાત છે. કિરણ અને આમિર બંન્ને બહુ આઘાતમાં છે તથા આ ક્યારેય ન પુરી શકાય તેવી ખોટ છે તેમ આમિરે અમને સંદેશો પાઠવ્યો હતો.એમોસ હમણાં જ દાદા બન્યા હતા.


PK ફિલ્મમાં કામ કરનારા અભિનેતા સાઇ ગુંડેવર પણ રવિવારે અમેરિકામાં મૃત્યુ પામ્યા.

 

આ તરફ આમીર સાથે PK ફિલ્મમાં કામ કરનારા અભિનેતા સાઇ ગુંડેવર પણ રવિવારે અમેરિકામાં મૃત્યુ પામ્યા. તે બ્રેન કેન્સરથી પીડિત હતા. તેમણે રોક ઓન ફિલ્મમાં પણ અભિનય કર્યો હતો. તે મૂળ નાગપુરમાં જન્મ્યા હતા અને હૉલીવુડની પણ ઘણી સિરિયલ્સમાં અભિનય કર્યો હતો. તેમને ગ્રીન કાર્ડ ન મળતા તે ભારત પાછા ફર્યા હતા. MTV સ્પિલ્ટ્સવિલાનાં ચોથા સિઝનમાં કામ કરવાને પગલે તે વધારે ફેમસ થયા હતા, તે આ રિયાલિટી શોમાં પ્રતિયોગી હતા. તેમણે મરાઠી ફિલ્મમાં પણ અભિનય કર્યો હતો.

aamir khan bollywood news