આમિર ખાનનાં સ્ટાફને કોરોના પૉઝિટીવ, એક્ટર પોતાનાં માતાનો ટેસ્ટ કરાવશે

30 June, 2020 12:48 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Correspondent

આમિર ખાનનાં સ્ટાફને કોરોના પૉઝિટીવ, એક્ટર પોતાનાં માતાનો ટેસ્ટ કરાવશે

તેણે પોતાના ઘરનાં બધા સભ્યોનો ટેસ્ટ કરાવ્યો છે અને બધા જ નેગેટિવ છે અને હવે તે પોતાની માતાનો ટેસ્ટ કરાવવા લઇ ગયા છે

કોરોનાવાયરસનો ત્રાસ ઉત્તરોઉત્તર વધી રહ્યો છે. હવે દરરોજ દર્દીઓની સંખ્યા વધી રહી છે. બૉલીવુડ સ્ટાર્સ પણ કોરોનાના લપેટામાં આવી ચૂક્યા છે. કનિકા કપૂરથી શરૂ થયેલા સિલસિલામાં કરીમ મોરાની અને પછી તો કરણ જોહરના બિલ્ડીંગમાં અને બોની કપૂરનાં ઘરના સ્ટાફમાં કોરોના પૉઝિટીવ આવવાના સમાચાર ઝળક્યા જ છે.આજે હવે બાન્દ્રા સ્થિત આમિર ખાનનાં ઘરમાં કોરોનાનો હુમલો થયો છે. આમિર ખાને આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી છે.

થોડા સમય પહેલા આમિર ખાને ટ્વિટર પર એક પત્ર શેર કર્યો હતો. જેમાં તેણે આ ઘટના વિશે વિસ્તૃત માહિતી આપી છે. તેણે કહ્યું છે કે તેના કેટલાક સ્ટાફ સભ્યો કોરોના પૉઝિટીવ બન્યા છે. આ જાણકારી મળતાં બાદ તે સંપૂર્ણ રીતે ક્વોરેન્ટાઇન થઈ ગયો છે. તેણે પોતાના ઘરનાં બધા સભ્યોનો ટેસ્ટ કરાવ્યો છે અને બધા જ નેગેટિવ છે અને હવે તે પોતાની માતાનો ટેસ્ટ કરાવવા લઇ જઇ રહ્યો છે અને તેને આશા છે કે તેમનો ટેસ્ટ નેગેટિવ જ આવે. આમિર ખાને પોસ્ટમાં BMCનો આભાર માન્યો છે અને તરત જ મદદ કરવા અને સારી સવલતો બદલ બિરદાવ્યા છે.

aamir khan bollywood entertainment news coronavirus covid19