બોલીવુડમાં છવાયો #CareNiKardaRapChallenge, આયુષ્માન પણ જોડાયો આમાં

29 October, 2020 05:15 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

બોલીવુડમાં છવાયો #CareNiKardaRapChallenge, આયુષ્માન પણ જોડાયો આમાં

આયુષ્માન ખુરાનાએ એક્સેપ્ટ કરી ચેલેન્જ, શું તમે ટ્રાય કરી?

એમેઝૉન પ્રાઇમ વીડિયો પર પ્રીમિયર માટે તૈયાર 'છલાંગ' ફિલ્મ એક પ્રેરણાદાયક કૉમેડી છે. ફિલ્મના ટ્રેલર પરથી આ એક રોમાંચક અને ખૂબ જ સારી સ્ટોરી લાગે છે, જે તમને ફરી તમારા સ્કૂલના દિવસોમાં લઈ જશે.

ફિલ્મનું પહેલું ટ્રેક 'કેયર ની કરદા' રિલીઝ કરી દેવામાં આવ્યું છે અને રિલીઝ થતાંની સાથે જ આ રૅપ ખૂબ જ લોકપ્રિય પણ થઈ રહ્યો છે. ગીતે પ્લે લિસ્ટમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે અને ટ્રેન્ડી ચેલેન્જે બી-ટાઉનને પણ આકર્ષી લીધું છે.

યો-યો હની સિંહે 'કેર ની કરદા'ને પોતાનો અવાજ આપ્યો છે અને #CareNiKardaRapChallenge સાથે સોશિયલ મીડિયા પર આ એક નવા ટ્રેન્જની શરૂઆત કરી છે. નુસરત, રાજકુમાર રાવ, રકુલપ્રીત સિંહ અને અર્જુન કપૂર જેવા સેલેબ્સે આ ચેલેન્જ એક્સેપ્ટ પણ કરી છે.

આયુષ્માન ખુરાનાએ આ ચેલેન્જ એક્સેપ્ટ કરી અને સાથે જ વીડિયો પોસ્ટ કરવાની સાથે કોમેન્ટ કરી છે કે આ રૅપ અત્યાર સુધીનો સૌથી સુંદર ટ્રેક છે. 

આ ચેલેન્જ સેલિબ્રિટીઝ અને ચાહકો વચ્ચે ખૂબ જ પૉપ્યુલર બની છે અને દરેક વ્યક્તિ આનો આનંદ માણી રહી છે. હંસલ મેહતા દ્વારા નિર્દેશિત, ફિલ્મ લવ ફિલ્મ્સ પ્રૉડક્શન્સની છે જેને ગુલશન કુમાર અને ભૂષણ કુમાર દ્વારા રજૂ કરવામાં આવી છે. ફિલ્મ 13 નવેમ્બરના રોજ એમેઝૉન પ્રાઇમ વીડિયો પર રિલીઝ કરવામાં આવશે.

ayushmann khurrana bollywood bollywood news bollywood gossips amazon prime