દીપવીરના રિસેપ્શનમાં છવાયો બોની કપૂરની ત્રણેય પુત્રીઓનો જાદૂ.

28 December, 2018 06:07 PM IST  | 

દીપવીરના રિસેપ્શનમાં છવાયો બોની કપૂરની ત્રણેય પુત્રીઓનો જાદૂ.

ઈટાલીમાં લગ્ન કર્યા પછી દીપવીરની ભવ્ય રિસેપ્શનની પાર્ટી થઈ. દીપવીરના આ વેડિંગ રિસેપ્શનમાં બોલીવુડના તમામ સ્ટાર્સ પહોંચ્યા હતા. શાહરૂખ ખાનથી લઈને કરીના કપૂર જ નહી પરંતુ રેખા, હેમા માલિની અને આશા પારેખ જેવા સ્ટાર્સ પણ રિસેપ્શનમાં હાજર રહ્યા હતા.
જો કે તમામ સ્ટાર્સ વચ્ચે એક પરિવાર એવો પણ છે જેના દરેક સભ્ય પાર્ટીમાં હાજર રહ્યાં હતા. જેણે પાર્ટીની રોનક વધારી હતી. આપણે વાત કરી રહ્યા છીએ બોની કપૂરની. બોની કપૂર દીપવીરના રિસેપ્શનમાં તેની ત્રણેય પુત્રીઓ અંશુલા કપૂર, જ્હાન્વી કપૂર અને ખૂશી કપૂર સાથે સામેલ થયો હતો. આ સાથે જ અર્જુન કપૂર પણ રિસેપ્શનના પૂરા મૂડમાં જોવા મળ્યો હતો. બોની કપૂરની ત્રણેય પુત્રીઓ આ કાર્યક્રમમાં બધાનું મન મોહી લીધું હતું. જ્હાન્વીએ રિસેપ્શન માટે ખાસ તૈયારી કરી હતી અને જ્યારે પાર્ટીમાં પહોંચી તો તેનો અંદાજ જોવા લાયક હતો.

જ્હાનવી કપૂર યેલ્લો ડ્રેસમાં સુંદર લાગી રહી હતી અને ફોટોગ્રાફર્સને નિરાશ પણ કર્યા ન હતા. તેણે તસવીરો માટે બ્યુટીફુલ પોઝ આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે બોની કપૂરે બે લગ્ન કર્યા હતા. અર્જુન અને અંશુલા પહેલી પત્ની મોના કપૂરના સંતાનો છે. જ્યારે જ્હાન્વી અને ખુશી શ્રીદેવીની સંતાનો છે. જ્હાન્વીની નાની બહેન રિસેપ્શનમાં બેબી ડૉલ જેવી લાગી રહી હતી.

ખુશીની સાથે અંશુલા પણ આવી હતા. શ્રીદેવીના નિધન પછી અંશુલા પણ મોટી બહેન તરીકે જ્હાન્વી અને ખુશીનું બરાબર ધ્યાન રાખે છે. બોની કપૂરના પરિવારે એકબીજા સાથે મળીને દીપવીરના પ્રસંગને ખાસ બનાવ્યો હતો

આ દિવસોમાં અર્જુન મલાઈકા અરોરા ખાન સાથે એમના સંબંધોને લઈને ચર્ચામાં છે. મલાઈકા પણ રિસેપ્શનમાં હાજર રહી હતી. અરબાઝ ખાન પણ તેની પ્રેમિકા જોર્જીયા પણ સાથે રિસેપ્શનમાં જોવા મળ્યા.

deepika padukone ranveer singh boney kapoor khushi kapoor jhanvi kapoor anshula kapoor