બહુચર્ચિત ફિલ્મ RRRના આ અભિનેતાનું નિધન, ફિલ્મની ટીમે શૉક વ્યક્ત કર્યો

23 May, 2023 08:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એક બાજુ અભિનેતા આદિત્ય સિંહ રાજપૂત (Aditya Singh Rajput) નો મૃતદેહ તેના ઘરે મળી આવ્યો હોવાથી ચાહકો આઘાતમાં છે તો બીજી બાજુ ફિલ્મ RRR(RRR Actor Death)ની ટીમ માટે પણ માઠા દિવસો આવ્યા છે.

અભિનેતા રે સ્ટીવેન્સનનું નિધન

અભિનય જગત માટે ફરી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. એક બાજુ અભિનેતા આદિત્ય સિંહ રાજપૂત (Aditya Singh Rajput) નો મૃતદેહ તેના ઘરે મળી આવ્યો હોવાથી ચાહકો આઘાતમાં છે તો બીજી બાજુ ફિલ્મ RRR(RRR Actor Death)ની ટીમ માટે પણ માઠા દિવસો આવ્યા છે. બૉલિવૂડ અને હોલીવુડના એક અભિનેતાએ 58 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. આ અભિનેતાએ એસએસ રાજામૌલીની ફિલ્મ RRR માં પણ ખૂબ જ મહત્વપૂર્ણ અને સારી ભૂમિકા ભજવી તો છે જ સાથે સાથે તેણે ઘણા મોટા અંગ્રેજી શો અને ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 

આ પ્રતિભાશાળી અભિનેતાએ વર્ષ 1998 માં ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારથી તે કામ કરી રહ્યા છે. થોડા સમ પહેલા અભિનેતાનું નિધન થયું હતું અને તેના પબ્લિસિસ્ટ દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી છે. કોણ છે આ એક્ટર, તેણે કઈ કઈ ફિલ્મોમાં કામ કર્યું છે, RRRમાં તેનું કેરેક્ટર શું હતું અને તેના મૃત્યુ પાછળનું કારણ શું છે આ બધુ જ જાણીએ.

નોંધનીય છે કે અહીં અમે રામ ચરણ અને જુનિયર એનટીઆરની ફિલ્મ `RRR`માં મુખ્ય ખલનાયકની ભૂમિકા ભજવનાર અભિનેતા રે સ્ટીવેન્સન (Ray Stevenson Death)ની વાત કરી રહ્યા છીએ. રે સ્ટીવનસનના પાત્રનું નામ `RRR માં સર સ્કોટ` રાખવામાં આવ્યું હતું અને તેણે આ ફિલ્મથી ભારતીય સિનેમામાં પ્રવેશ કર્યો હતો.

આ પણ વાંચો:  જુનિયર એનટીઆરે ફિલ્મો ન કરવાની ધમકી શા માટે આપી?

ઉલ્લેખનીય છે કે રે સ્ટીવેન્સન (Ray Stevenson) જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે તેમની ઉંમર માત્ર 58 વર્ષની હતી. 25 મે, 1964ના રોજ જન્મેલા રે સ્ટીવનસનનું મૃત્યુ કેવી રીતે થયું તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી. તમને જણાવી દઈએ કે RRRની સાથે રે સ્ટીવનસને પનિશરઃ વોર ઝોન, માર્વેલની થોર મૂવીઝ અને `વોકિંગ ધ ડેડ` અને `ડેક્સ્ટર` સહિત ટીવી શોમાં પણ કામ કર્યું છે.

RRR bollywood news entertainment news ss rajamouli