Shilpa Shettyના બિકિની વીડિયોએ સોશિયલ મીડિયા પર મચાવ્યો હંગામો, જુઓ

28 February, 2021 05:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Shilpa Shettyના બિકિની વીડિયોએ સોશિયલ મીડિયા પર મચાવ્યો હંગામો, જુઓ

શિલ્પા શેટ્ટી

બૉલીવુડની ફેમસ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. શિલ્પા ન ફક્ત પોતાની પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે પરંતુ તે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. શિલ્પા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. હંમેશા શિલ્પા પોતાની તસવીરો અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર શૅર કરતી રહે છે. આ વચ્ચે શિલ્પાનો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેનો હોટ અવતાર જોઈને ફૅન્સ એના દીવાના થઈ રહ્યા છે.

શિલ્પા શેટ્ટી આજકાલ માલદીવ્સમાં રજાનો આનંદ માણી રહી છે. આ સાથે જ તેની ઘણી તસવીરો અને વીડિયો શિલ્પા ફૅન્સ વચ્ચે શૅર કરતી નજર આવી રહી છે. તેમ જ એક્ટ્રેસે પોતાના કેટલાક હૉટ વીડિયો શૅર કર્યો છે, જેમાં તે બિકિની પહેરેલી દેખાઈ રહી છે. પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કર્યો છે, જે જોતા જ ઈન્ટરનેટ પર છવાઈ ગયો છે. વીડિયોમાં શિલ્પા ટાઈગર પ્રિન્ટ વાળી બિકિની પહેરેલી જોવા મળી રહી છે. ફેન્સને તેનો ટોન્ડ ફિગર ઘણો પસંદ આવી રહ્યો છે. આ વીડિયોઝમાં શિલ્પા ખૂબ જ બોલ્ડ અંદાજમાં નજર આવી રહી છે. તે બિકિનીમાં પૉઝ આપતી નજર આવી રહી છે.

શિલ્પાના આ વીડિયોઝ પર ફૅન્સ જોરદાર પ્રેમ લૂંટતા નજર આવી રહ્યા છે. આ સાથે જ કમેન્ટ કરીને તેમની સુંદરતાના વખાણ પણ કરી રહ્યા છે. અત્યાર સુધી આ બન્ને વીડિયોઝને 20 લાખથી વધારે વાર જોવાઈ ચૂક્યો છે.

તમને જણાવી જઈએ કે તાજેતરમાં શિલ્પા શેટ્ટી અને તેના પતિનો માલદીવથી એક વીડિયો સામે આવ્યો હતો આ વીડિયોમાં બન્ને 'Pawri' કરતા નજર આવી રહ્યા હતા. આ વીડિયોને શિલ્પાના પતિ રાજ કુન્દ્રાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો.

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે રાજ કુન્દ્રા બ્રેકફાસ્ટ ટેબલ પર બેઠા છે, ત્યારે તેઓ વીડિયોમાં કહે છે, 'યે હમારા બ્રેકફાસ્ટ હૈ, યે હમારા વ્યૂ હૈ ઔર યે હમારી પાર્ટી હો રહી હૈ'. આમ તો રાજ કુન્દ્રાએ આવું પહેલીવર કઈ ફની નથી કર્યું, તેઓ ઘણા પ્રસંગે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર કઈને કઈ ફની શેર કરતા રહે છે.

shilpa shetty raj kundra bollywood bollywood news entertainment news