આ અભિનેત્રીએ પીએમ મોદીને આપી જીતની શુભેચ્છા, લખ્યું '#ChowkidarKoolHai'

23 May, 2019 11:29 AM IST  | 

આ અભિનેત્રીએ પીએમ મોદીને આપી જીતની શુભેચ્છા, લખ્યું '#ChowkidarKoolHai'

કોએના મિત્રા

વડાપ્રાધાન નરેન્દ્ર મોદી એકવાર ફરીથી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે.છે. અત્યાર સુધીના બધા એક્ઝિટ પોલે આ વાતનો ઈશારો આપ્યો છે કે તેઓ લોકસભા ચૂંટણીમાં બમ્પર વોટથી જીતીને ફરીથી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. જેના ચાલતા ફિલ્મ અભિનેત્રી કોએના મિત્રાએ સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા આપતા એક ફોટો શેર કર્યો છે અને એક હેશટેગ શરૂ કર્યું છે.

 

 

કોએના મિત્રા સોશિયલ મીડિયા પર લખે છે કે નરેન્દ્ર મોદીને જીતની શુભેચ્છા. બાદ એણે એક હેશટેગ લખ્યું '#ChowkidarKoolHai’ એની સાથે જ એમણે નરેન્દ્ર મોદીનો એક ફોટો શેર કર્યો છે. જેમાં મોદી કેદારનાથની ગુફામાં ધ્યાન ધરીને બેઠા છે, કેસરી કલરના વસ્ત્રમાં દેખાયા. નોંધપાત્ર રીતે, તાજેતરના લોકસભાની ચૂંટણીઓમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બમ્પર જીતની અપેક્ષા દેખાઈ રહી છે. એ પણ કહેવામાં આવી રહ્યું છે કે આ સમયે નરેન્દ્ર મોદીની સરકાર 300નો આંકડો પાર કરી શકે છે. જેના ચાલતા સોશિયલ મીડિયા પર લોકોના અનુમાન અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જીતની શુભેચ્છા મોકલી રહ્યા છે.

આ પણ વાંચો : સાન્યા મલ્હોત્રાને બનવું છે બૅન્કેબલ ઍક્ટર

એકવાર ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈતિહાસ રચશે.  નોંધનીય છે કે એની પહેલા પણ બૉલીવુડના ઘણા કલાકારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી મળી ચૂક્યા છે અને એમનું વ્યક્તિત્વ પણ થઈ ચૂક્યું છે. એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને એમના દ્વારા કરવામાં આવેલા કામથી પ્રભાવિત ફિલ્મ અભિનેત્રી કોએના મિત્રા પણ થઈ હતી અને દેશમાં થયેલુ મતદાન અને એક્ઝિટ પોલના પરિણામો પર અનુમાન લગાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જીતની શુભેચ્છા મોકલી છે.

koena mitra narendra modi bollywood news Lok Sabha Election 2019