Happy Birthday Deepika Padukone:જાણો 'મસ્તાની ગર્લ'ની કેટલીક અજાણી વાતો

05 January, 2021 12:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Happy Birthday Deepika Padukone:જાણો 'મસ્તાની ગર્લ'ની કેટલીક અજાણી વાતો

દીપિકા પાદુકોણ

બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ આજે પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહી છે. દીપિકા પાદુકોણ બૉલીવુડમાં આવતા પહેલા મૉડલિંગ કરતી હતી. ઘણી મોટી કંપનીઓની જાહેરાતોમાં નજર આવી ચૂકી હતી અને પછી વર્ષ 2007માં તેણે બૉલીવુડમાં 'ઓમ શાંતિ ઓમ'થી ડેબ્યૂ કર્યું છે, ત્યાર બાદ તેણે મસ્તાની સુધીનું સફર નક્કી કર્યું. દીપિકા કરોડો લોકોના દિલની ધડકન અને બૉલીવડની ફેવરેટ અભિનેત્રી બની ગઈ છે. આવો જાણીએ તેના વિશે કેટલીક ખાસ વાતો...

ડેનમાર્કમાં થયો છે જન્મ

દીપિકા પાદુકોણનો જન્મ ડેનમાર્કની રાજધાની કોપેનહેગનમાં થયો હતો, પરંતુ જ્યારે તે એક વર્ષથી ઓછી વયની હતી, ત્યારે તેમનો પરિવાર બેંગલુરુ શિફ્ટ થઈ ગયો હતો.

બેટમિન્ટન ખેલાડી

ઈન્ડિયન બેટમિન્ટન ખેલાડી પ્રકાશ પાદુકોણની દીકરી દીપિકા પાદુકોણ પોતાના પિતાની જેમ બેટમિન્ટન ખેલાડી બનવા ઈચ્છતી હતી. આ વાતનો ખુલાસો તેણે ટીવી ચૅનલના એક ઈન્યરવ્યૂમાં કરી ચૂકી છે.

કિંગફિશર કેલેન્ડરનો ભાગ

દીપિકા પાદુકોણ 2006માં કિંગફિશર કેલેન્ડરનો ભાગ બની, આ કેલેન્ડર માટે ફોટોગ્રાફર અતુલ કાસ્બેકરે તેનું ફોટોશૂટ કર્યું હતું.

બૉલીવુડથી પહેલા ટૉલીવુડમાં ભર્યું પગલું

તમને જણાવી દઈએ કે બૉલીવુડમાં આવવા પહેલા દીપિકાએ કન્નડ ફિલ્મ એશ્વર્યામાં કામ કર્યું હતું. આ ફિલ્મને કન્નડ દર્શકોએ ઘણી પસંદ કરી હતી.

બેસ્ટ ફીમેલ ડેબ્યૂ એવૉર્ડ

બૉલીવુડની મસ્તાની ગર્લ દીપિકા પાદુકોણે વર્ષ 2007માં શાહરૂખ ખાન સાથે ઓમ શાંતિ ઓમથી બૉલીવુડમાં કરિયર બનાવવાની શરૂઆત કરી હતી. તેને આ ફિલ્મમાં પોતાના પાત્ર માટે ફિલ્મફેરનો બેસ્ટ ફીમેલ ડેબ્યૂ એવૉર્ડ આપવામાં આવ્યો હતો.

રણબીર કપૂરના નામનો ટૅટૂ

વર્ષ 2008માં આવેલી ફિલ્મ બચના એ હસીનોની શૂટિગ દરમિયાન રણબીર કપૂર સાથે દીપિકાના અફેરના સમાચાર સામે આવ્યા હતા. રણબીરના રિલેશનશિપ દરમિયાન દીપિકાનું આરકે ટૅટૂ એકદમ લોકપ્રિય બન્યું હતું.

ટૉપ 5 ઈન્ડિયન સેલિબ્રિટીઝ

લગભગ 13 વર્ષના કરિયરમાં દીપિકા પાદુકોણે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું અને બૉલીવુડની મોટી અભિનેત્રી બની ગઈ, જેમાં લવ આજ કલ, હાઉસફૂલ, રેસ 2, કૉકટેલ, યહ જવાની હૈ દીવાની, ચેન્નઈ એક્સપ્રેસ, હેપ્પી ન્યૂ યર, બાજીરાવ મસ્તાની, ગોલિયોં કી રાસલીલા રામલીલા અને પદ્માવત જેવી ફિલ્મો સામેલ છે. પદ્માવતે દીપિકા પાદુકોણનું કદ બૉલીવુડ ઈન્ડસ્ટ્રીમાં વધારી દીધું. બાદ તેને ફૉર્બ્સ ઈન્ડિયા દ્વારા ટૉપ 5 ઈન્ડિયન સેલિબ્રિટિઝમાં જગ્યા મળી. છપાકમાં દીપિકા પાદુકોણે નિર્માતા તરીકે શરૂઆત કરી હતી.

હૉલીવુડમાં એન્ટ્રી

વર્ષ 2017માં દીપિકાએ હૉલીવુડ ફિલ્મ ટ્રિપલ એક્સ: રિટર્ન ઑફ જેન્ડર કેજમાં એક્ટર વિન ડીઝલ સાથે કામ કર્યું હતું.

deepika padukone bollywood bollywood news entertainment news