Ishwar Bidri Passed Away: 'અંદાજ અપના અપના' સિનેમેટોગ્રાફરનું નિધન

28 December, 2020 09:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Ishwar Bidri Passed Away: 'અંદાજ અપના અપના' સિનેમેટોગ્રાફરનું નિધન

સિનેમેટોગ્રાફર ઈશ્વર બિદ્રી. તસવીર સૌજન્ય - જાગરણ

ફિલ્મો ભલે જ કલાકારોને કારણે યાદગાર બની જાય છે, પરંતુ એમાં ટેક્નીશિયન અને સિનેમેટોગ્રાફરોની પણ મહત્વની ભૂમિકા હોય છે. હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ વરિષ્ઠ સિનેમેટોગ્રાફર ઈશ્વર બિદ્રીને ગુમાવી દીધા છે. બાદ ઘણા કલાકારોએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે.

થોડા સમય પહેલા ટ્રેડ એનાલિસ્ટ કોમલ નાહટાએ ઈશ્વર બિદ્રીના અવસાનની જાણકારી આપી છે. તેમણે લખ્યું છે, જાણીતા સિનેમેટાગ્રાફર ઈશ્વર બિદ્રીનું નિધન થઈ ગયું છે. ઈશ્વર બિદ્રીએ ફિલ્મ 'અંદાજ અપના અપના', 'અબ કે બરસ', 'કભી નહીં', 'હમ કૌન હૈ' અને 'ઢાઈ અક્ષર પ્રેમ કે' જેવી મોટી ફિલ્મોમાં સિનેમેટોગ્રાફીની છે. તેમના મૃત્યુથી બૉલીવુડમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

અંદાજ અપના અપનામાં આમિર ખાન, સલમાન ખાન, રવીના ટંડન અને કરિશ્મા કપૂર મુખ્ય ભૂમિકામાં હતી. આ ફિલ્મ તેના જમાનામાં લોકપ્રિય હતી. આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર સારી કમાણી કરી છે. ફિલ્મના રીમેકની વાત ઘણી વાર કહેવામાં આવી છે. અંદાજ અપના અપના એક કૉમેડી ફિલ્મ હતી. આ ફિલ્મની કૉમેડી બધાને ઘણી પસંદ આવી હતી.

મહત્વની વાત છે કે સલમાન ખાન આજે પોતાનો 55મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. એમના જન્મદિવસના પ્રસંગે તેની ફિલ્મના સિનેમેટોગ્રાફરનું નિધન થવું એમના માટે દુ:ખની વાત છે. સલમાન ખાને તેના જન્મદિવસ પર તેના ચાહકોને વિનંતી કરી હતી કે કોરોનાને કારણે તેમના ઘરની બહાર એકત્રિત ન થાય. સલમાન ખાને પોતાના જન્મદિવસે ફોટોગ્રાફર્સ સાથે પોતાના પનવેલ ફાર્મ હાઉસ પર ઉજવ્યો છે. સલમાન ખાનના જન્મદિવસ પર બૉલીવુડના ઘણા કલાકારોએ શુભેચ્છાઓ પાઠવી છે. સલમાન ખાનની લોકપ્રિયતા વધારે છે. તેની ફિલ્મો બૉક્સ ઑફિસ પર ઘણી સફળ રહે છે. તેઓ ટૂંક સમયમાં ફિલ્મ 'રાધે: યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ' ફિલ્મમાં પણ જોવા મળશે. આ સિવાય તે ફિલ્મ 'અંતિમ'ની શૂટિંગ કરી રહ્યા છે. સલમાન ખાના જન્મદિવસ પર બિગ-બૉસ 14માં પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.

Salman Khan bollywood bollywood news andaz apna apna