આમિર ખાનની ફિલ્મ 3 ઇડિયટ્સને થયા 11 વર્ષ, સ્ટીવન સ્પીલબર્ગે 3 વાર જોઈ

26 December, 2020 02:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આમિર ખાનની ફિલ્મ 3 ઇડિયટ્સને થયા 11 વર્ષ, સ્ટીવન સ્પીલબર્ગે 3 વાર જોઈ

3 ઇડિયટ્સ

બૉલીવુડની ફિલ્મ થ્રી ઇડિયટ્સ એક યાદગાર ફિલ્મોમાંથી એક છે. ફિલ્મ 11 વર્ષ પહેલા 2009માં રિલીઝ થઈ હતી અને ત્યાર બાદ આ ફિલ્મના ડાયરેક્ટર રાજકુમાર હિરાનીએ ફિલ્મની સીક્વલ બનાવવાની વાત કરી હતી. જણાવી દઈએ કે રાજકુમાર હિરાનીએ હિન્દી સિનેમામાં એક કરતા વધારે હિટ ફિલ્મો આપી છે. જેમાં મુન્નાભાઈ એમબીબીએસ, લગે રહો મુન્નાભાઈ અને પીકે જેવી ફિલ્મો સામેલ છે. હવે ટેલેન્ટેડ ફિલ્મમેકર સ્ટીવન સ્પીલબર્ગે ફિલ્મ 3 ઇડિયટ્સ જોઈ છે. તેમ જ વિશ્વભરમાં સૌથી લોકપ્રિય ફિલ્મ બનાવનારા ફિલ્મમેકર છે. સ્ટીવન સ્પીલબર્ગને 3 ઇડિયટ્સ ફિલ્મ ઘણી પસંદ આવી છે. આમિર ખાનની ફિલ્મોને ચીનમાં ખૂબ પસંદ કરવામાં આવી છે અને 3 ઇડિયટ્સ આમિરની પહેલી ફિલ્મ હતી જે ચીનમાં રિલીઝ થઈ હતી. આ પછી ચીનના લોકો આમિર ખાનના ફૅન થઈ ગયા હતા. 3 ઇડિયટ્સની એક ઑફિશ્યિલ રીમેક મેક્સિકોમાં પણ બનાવવામાં આવી હતી. આ ફિલ્મને ત્યાં પણ સારી પસંદ કરવામાં આવી હતી. આ એક એવી ફિલ્મ છે જેને હોલીવુડમાં પણ સારી રીતે પસંદ કરવામાં આવી હતી. સ્ટીવન સ્પીલબર્ગે એક ઈન્ટરવ્યૂમાં આ માહિતી આપી હતી.

વર્ષ 2013માં હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં સ્ટીવન સ્પીલબર્ગે કહ્યું હતું, 'આ ફિલ્મ મને ઘણી પસંદ આવી છે અને મેં 3 ઇડિયટ્સ ત્રણ વાર જોઈ છે.' સ્પીલબર્ગે આગળ જણાવ્યું કે ફિલ્મ 3 ઇડિયટ્સના ઈમોશનલ સીન્સ તેમને ઘણા પસંદ આવ્યા હતા. જે સીધા પ્રેક્ષકોના હૃદયમાં લાગી જાય છે. તેમ જ હવે સમાચાર આવી રહ્યા છે કે રાજકુમાર હિરાની હવે 3 ઇડિયટ્સની સીક્વલ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. રાજકુમાર હિરાની કહે છે તેઓ આ ફિલ્મની સીક્વલ બનાવવા માંગે છે.

3 ઇડિયટ્સ માટે આમિર ખાન ફિલ્મ ડાયરેક્ટર રાજકુમાર હિરાનીની પહેલી પસંદ નહીં હતા. તેમના મનમાં ઘણાં નામ હતા. તેમણે આ વાતનો ખુલાસો શૂટિંગ દરમિયાન કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મેં 3 ઇડિયટ્સમાં નવા અભિનેતાઓ સાથે કામ કરવા ઈચ્છતો હતો અને કલાકાર પણ શોધી લીધા હતા પરંતુ શૂટિંગ દરમિયાન આમિર ખાને ફોન કરીને કહ્યું કે તે આ પાત્રને સારી રીતે ભજવી શકે છે. બાદ મેં પણ કાસ્ટિંગને બદલી નાખી હતી.

3 idiots aamir khan sharman joshi rajkumar hirani bollywood bollywood news entertainment news