કંગનાની ઑફિસમાં BMCએ તોડફોડ શરૂ કરી, કંગનાએ ફરી મુંબઇને કહ્યું POK

09 September, 2020 12:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કંગનાની ઑફિસમાં BMCએ તોડફોડ શરૂ કરી, કંગનાએ ફરી મુંબઇને કહ્યું POK

કંગનાની ઑફિસમાં ગરેકાયદે બાંધકામ પર ફરી વળ્યા છે કોર્પોરેશનના કર્મચારીઓ

BMCએ કંગના રાનૌટની ઑફિસમાં ગેરકાયદે બાંધકામ થયું છે ની નોટિસ ફટકારી પછી હવે વધારાના બાંધકામને તોડી પાડવાની કામગીરી શરૂ થઇ ગઇ છે. કંગનાએ આ કામગીરીની તસવીર ટ્વિટર હેન્ડલ પરથી શૅર કરી. તેણે ટ્વિટર પર લખ્યું કે, “હું મુંબઇ દર્શન માટે નીકળી છું અને એરપોર્ટ જઇ રહી છું. મહારાષ્ટ્ર સરકાર અને તેના ગુંડાઓ મારી પ્રોપર્ટી પર પહોંચ્યા છે ને ગેરકાયદે તેમાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યા છે, સારુ કરો જે કરવું હોય એમ. હું મહારાષ્ટ્રના ગર્વ માટે હું મારું લોહી આપવા તૈયાર છું, આ તો કંઇ જ નથી તમારે લેવું હોય તો બધું જ લઇ લોપણ મારો સ્પિરિટ તો વધતો જ રહેશે.”

કંગનાએ આ પરિસ્થિતિને “ડેથ ઑફ ડેમોક્રેસી” કહીને અન્ય તસવીરો પણ પોતાના ટ્વિટર હેન્ડલ પર શૅર કરી છBMCએ તેની ઑફિસના અમુક હિસ્સાઓ જે ગેરકાયદે છે તે તોડવાની શરૂઆત કરી દીધી છે. કંગનાએ એ તસવીરો શૅર કરીને ફરીથી એવી ટિપ્પણી કરી કે, “હું ક્યારેય ખોટી હોતી જ નથી અને મારા દુશ્મનો ફરી ફરી એ સાબિત કરી રહ્યા છે કે તેઓ શા માટે મારું મુંબઇ POK છે અને હવે #deathofdemocracy”.

 આ પહેલાં પણ કંગનાએ BMCએ તેની સામે ફાઇલ કરેલા કેવિએટની તસવીર પોસ્ટ કરી હતી અને તેણે પોતાની ઑફિસને ઘર જ કહ્યું હતું.

તેણે પોતાની ઑફિસને રામ મંદિર સાથે સરખાવતી પોસ્ટ પણ મૂકી હતી.

હાલમાં કંગના હિમાયલ પ્રદેશથી મુંબઇ આવવા રવાના થઇ છે. 
kangana ranaut sushant singh rajput brihanmumbai municipal corporation