મારે કોઈ ખાનની જરૂર નથી, કોણ કહે છે આવું?

14 September, 2012 06:20 AM IST  | 

મારે કોઈ ખાનની જરૂર નથી, કોણ કહે છે આવું?



આ બિપાશા આજકાલ હવામાં ઊડે છે. આમ તો તેની તાજેતરમાં જ રિલીઝ થયેલી ‘રાઝ ૩’ને બહુ વખાણવામાં નથી આવી, પણ બિપ્સને પોતાને ખૂબ સારા રિવ્યુઝ મળી રહ્યા છે. કેટલાક લોકો તો તેને બૉલીવુડની ટાઇગ્રેસ એટલે કે વાઘણ તરીકે પણ નવાજે છે. તેને બૉલીવુડમાં બાર વરસ થશે, પણ હજી સુધી તેણે એકેય ફિલ્મ ખાન ઍક્ટર સાથે નથી કરી. બિપાશા કહે છે, ‘હું ક્યારેય કોઈ કૅમ્પ સાથે સંકળાયેલી નથી કે મારી ૧૨ વર્ષની

ઍક્ટિંગ-કરીઅરમાં ક્યારેય કોઈ ખાન સાથે કામ નથી કર્યું. એ ખૂબ મોટી અચીવમેન્ટ કહેવાય કે એક ફિલ્મનો ભાર સંપૂર્ણપણે મારા ખભા પર લઉં છું અને મારી ફિલ્મને પહેલા જ વીકમાં ૪૦ કરોડ રૂપિયાનું કલેક્શન પણ મળે છે.’

આ બંગાળી બેબને લાગે છે કે વિદ્યા બાલને બૉલીવુડમાં ખૂબ પૉઝિટિવ ટ્રેન્ડ શરૂ કયોર્ છે કે ૩૦ પ્લસની ઍક્ટ્રેસ પણ ગ્લૅમરસ હોઈ શકે છે. બિપ્સ કહે છે, ‘મને લાગે છે કે વ્યક્તિ હંમેશાં ગ્લૅમરસ દેખાઈ શકે છે. જોકે હું હવે સેક્સી કે હૉટના ટૅગથી કંટાળી ગઈ છું. મારે મારી ઍક્ટિંગની ક્ષમતા દેખાડવી છે અને મને લાગે છે કે હું એ ઘણેઅંશે કરી શકી છું.’

જોકે બિપાશા તેના એક્સ-બૉયફ્રેન્ડ જૉન એબ્રાહમ સાથેના કડવાશભર્યા બ્રેક-અપ માટે ચર્ચામાં છે ત્યારે બિપ્સ કહે છે કે હાલમાં તે સિંગલ છે અને જીવનને મનભરીને માણે છે.