બિપાશાનો પનારો પડ્યો છે ગજબનાક ચાહક સાથે

14 December, 2012 06:02 AM IST  | 

બિપાશાનો પનારો પડ્યો છે ગજબનાક ચાહક સાથે




બિપાશા બાસુનો જન્મદિવસ સાત જાન્યુઆરીએ આવે છે અને આ દિવસે તેને તેના ચાહકો બર્થ-ડે વિશ કરીને ગિફ્ટ મોકલાવતા હોય છે. બિપાશાના આ તમામ ચાહકોમાંથી એક એવો ગજબનાક ચાહક છે જે માત્ર સાત જાન્યુઆરીએ જ નહીં, દર મહિનાની સાતમી તારીખે બિપાશાને તેની પસંદગીનાં સફેદ લિલીનાં ફૂલોનો બુકે મોકલે છે.

આ વિશે વાત કરતાં બિપાશાની નજીકની એક વ્યક્તિ કહે છે, ‘લાગે છે કે બિપાશાના આ ચાહકને તેના જીવનની નાનામાં નાની વિગતોની ખબર છે. તે બિપાશાને માત્ર સફેદ લિલીનાં ફૂલોનો બુકે જ નહીં, ચૉકલેટ્સ અને નાની-નાની ગિફ્ટ પણ આપે છે. વળી બિપાશા જો શહેરમાં ન હોય તો પણ તેની આ ગિફ્ટ તો આવી જ જાય છે.’