અમે અમારી મરજીથી એકમેકથી દૂર, પણ અફવાઓ ખોટી : બિપાશા

02 November, 2014 05:31 AM IST  | 

અમે અમારી મરજીથી એકમેકથી દૂર, પણ અફવાઓ ખોટી : બિપાશા


તે કહે છે, ‘મારા અને હર્મન વચ્ચે મતભેદ હતા જેના માટે અમે અમારી મરજીથી થોડો સમય એકબીજાથી દૂર હતાં, પણ જે પ્રકારની અફવાઓ છેલ્લા કેટલાક દિવસોથી આવી રહી છે એ નકામી છે. અમે એકબીજાનું ઘણું માન-સન્માન કરીએ છે અને અમે અમારા સંબંધો આગળ વધારીએ કે ન વધારીએ, પણ એકબીજાને સન્માન આપતાં રહીશું. હું મીડિયાને વિનંતી કરું છું કે એ અમારા વિશે આવા કોઈ પણ સમાચાર છાપતાં પહેલાં અમારી પાસેથી એને કન્ફર્મ કરે.’

ફૉરેન મૉડલ ઓલેગા સાથે હર્મનની ગાઢ મૈત્રી હોવાના અને બિપાશાનું ટીવી-સિરિયલના ઍક્ટર કરણ સિંહ ગ્રોવર સાથે પ્રેમપ્રકરણ હોવાના સમાચાર તાજેતરમાં વહેતા થયા હતા.