અલોનમાં અંગપ્રદર્શનની ચરમસીમા પર બિપાશા

11 December, 2014 05:46 AM IST  | 

અલોનમાં અંગપ્રદર્શનની ચરમસીમા પર બિપાશા


રશ્મિન શાહ

ટીવી-સ્ટાર કરણસિંહ ગ્રોવર સાથે ફિલ્મ ‘અલોન’માં બિપાશા બાસુએ અંગપ્રદર્શનની તમામ હદ વટાવી દીધી છે એવું ફિલ્મનો પ્રીવ્યુ-શો જોનારા તમામ લોકોનું કહેવું છે. બિપાશાએ ક્યારેય બોલ્ડ સીન આપવામાં પાછીપાની નથી કરી, પણ ‘અલોન’ એ પછી પણ હદ બહારનું અંગપ્રદર્શન કહી શકાય એવું ફિલ્મ જોનારા સૌકોઈનું કહેવું છે. બિપાશાએ એક્સપોઝ કરવાની બાબતમાં સૌથી હૉટ સીન જો કોઈ ફિલ્મમાં આપ્યા હોય તો એ લિસ્ટમાં ‘જિસ્મ’ સૌથી ઉપર હતી, પણ ‘અલોન’ તો એને પણ પાછળ મૂકી દે એમ છે. ગયા વીકમાં બિપાશાની ‘અલોન’ જોનારા તેના જ ગ્રુપના એક ફ્રેન્ડે તો કહ્યું હતું કે ‘અલોન’ના કેટલાક સીનમાં તો બિપાશાએ સની લીઓનીને પણ પાછળ રાખી દીધી છે.‘અલોન’ હોરર ફિલ્મ છે. ફિલ્મનું ડિરેક્શન ભૂષણ પટેલે કર્યું છે.