સોશિયલ મીડિયા પર યૂઝરે સોનુ સૂદ પાસે માગી બિહાર ચૂંટણી માટે BJPની ટિકીટ

17 September, 2020 02:21 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

સોશિયલ મીડિયા પર યૂઝરે સોનુ સૂદ પાસે માગી બિહાર ચૂંટણી માટે BJPની ટિકીટ

સોનુ સૂદ (ફાઇલ ફોટો)

આર્થિક રૂપે નબળાં, હેરાન, અને જરૂરિયાતમંદોની મદદ માટે સોનુ (Sonu Sood) સૂદ હંમેશાં તૈયાર હોય છે. તેણે લૉકડાઉન (Lockdown)ના સમયમાં અનેક લોકોની મદદ કરવાની શરૂઆત કરી, હવે આ સિલસિલો ચાલું જ છે. સોશિયલ (Social Media) મીડિયા દ્વારા કોઇકે તેની પાસે સ્ટડી માટે મદદ માગી તો કોઇકે બિઝનેસ (Business News) માટે આર્થિક સહાયતા માટે રિક્વેસ્ટ કરી. સોનુએ ટ્વિટર (Twitter) દ્વારા લોકોની મદદ પણ કરી હતી.

આ જોતાં જ કેટલાક યૂઝર્સ એવા પણ છે જે આળવીતરી ડિમાન્ડ કરી રહ્યા છે. કોઇ તેની પાસેથી નેટ રિચાર્જ કરાવવા કહે છે તો કોઇક ઓટીટીનું સબ્સ્ક્રિપ્શન માગે છે. તાજેતરમાં જ ફરી એકવાર એવું થયું છે કે યૂઝરે કંઇક એવી ડિમાન્ડ કરી છે જેનો સોનુ સૂદે પણ સરસ જવાબ આપ્યો છે.

આ વખતે યૂઝરે સોનુ સૂદ પાસેથી બાજપની જ ટિકીટ માગી લીધી છે. જેનો સોનુ સૂદે પણ કંઇક આવો જવાબ આપ્યો છે. અંકિત નામના યૂઝરે સોનુ સૂદને ટ્વિટર પર ટૅગ કરતાં લખ્યું છે કે, "સર, આ વખતે હું બિહારના (ભાગલપુર)માંથી વિધાનસભા ચૂંટણી લડવા માગું છું અને જીતીને સેવા કરવા માગું છું. પણ સોનુ સર, તમે ફક્ત મને ભાજપની ટિકીટ અપાવી દો."

આનો જવાબ આપતા સોનુ સૂદે લખ્યું, "બસ, ટ્રેન અને પ્લેનની ટિકીટ સિવાય મને કોઇ ટિકીટ અપાવતા નથી આવડતું મારા ભાઈ." ત્યાર પછી સોનુએ હાથ જોડવાવાળું ઇમોજી બનાવ્યું છે. સોશિયલ મીડિયા પર આ કોમેન્ટ વાયરલ થઈ રહ્યું છે. સોનુ બેરોજગાર થયેલા કામ અપાવવાની સાથે જરૂરિયાતમંદ બાળકોની સ્ટડીનો ખર્ચ પણ ઉઠાવી રહ્યો છે.

સોનુ સૂદે તાજેતરમાં જ બાળકોને સ્કૉલરશિપ આપવા માટે એક કાર્યક્રમ પણ શરૂ કર્યો છે. આ વાતની માહિતી પોતે સોશિયલ મીડિયા દ્વારા આપી છે. સોનુ સૂદ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. લોકો તેને આના પર મદદ પણ માગી રહ્યા છે. સોનુ સૂદે પોતાના ઑફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પર જાહેરાત કરી છે કે તે હવે બાળકોને સ્કૉલરશિપ આપવાનો છે, જેથી તેના શિક્ષણમાં કોઇપણ પ્રકારની ઓછ ન રહે.

bollywood bollywood news bollywood gossips sonu sood