30 January, 2022 01:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન
શહનાઝ ગિલ ‘બિગ બૉસ 15’ના ફિનાલેમાં જતાં તેની સાથે સલમાન ખાન પણ ઇમોશનલ થઈ ગયો હતો. શહનાઝ ‘બિગ બૉસ 13’માં સિદ્ધાર્થ શુક્લા સાથે જોવા મળી હતી. સિદ્ધાર્થ શુક્લાનું મૃત્યુ થતાં તે ‘બિગ બૉસ 15’ના ફિનાલેમાં તેને ટ્રિબ્યુટ આપવા માટે ગઈ હતી. ૧૩મી સીઝનમાં તેને પંજાબની કૅટરિના કૈફ તરીકે ઓળખવામાં આવી હતી. જોકે તે એટલી ફેમસ થઈ ગઈ છે કે સલમાને તેને આ સીઝનમાં ઇન્ડિયાની શહનાઝ ગિલ તરીકે ઇન્ટ્રોડ્યુસ કરી હતી. સલમાને તેની સાથે ડાન્સ પણ કર્યો હતો. ત્યાર બાદ શહનાઝે સિદ્ધાર્થને ટ્રિબ્યુટ આપ્યું હતું. એ જોઈને સલમાન પણ ઇમોશનલ થઈ ગયો હતો અને તેની આંખોમાં આંસુ આવી ગયાં હતાં.