થલાઇવી જેવી મોટી ફિલ્મને ઑનલાઇન રિલીઝ ન કરી શકાય: કંગના રનોટ

06 June, 2020 08:46 PM IST  |  Mumbai Desk | Agencies

થલાઇવી જેવી મોટી ફિલ્મને ઑનલાઇન રિલીઝ ન કરી શકાય: કંગના રનોટ

કંગના રણૌત

કંગના રનોટનું કહેવું છે કે ‘થલાઇવી’ જેવી ફિલ્મોને ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ ન કરી શકાય. જોકે એવી ચર્ચા છે કે આ ફિલ્મને કદાચ ઑનલાઇન રિલીઝ કરવામાં આવશે. એ વિશે પૂછવામાં આવતાં કંગનાએ કહ્યું હતું કે ‘એ તો સ્થિતિ પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે ‘થલાઇવી’ જેવી ભવ્ય ફિલ્મને ડિજિટલ પર રિલીઝ ન કરી શકાય. ‘મણિકર્ણિકા’ને પણ ડિજિટલ પર રિલીઝ ન કરી શકાય. હા, ‘પંગા’ અને ‘જજમેન્ટલ હૈ ક્યા’ એના દર્શકો માટે બનાવવામાં આવી છે. આ ફિલ્મો જે રીતે બનાવવામાં આવી છે એ ડિજિટલી ફ્રેન્ડ્લી છે. ડિજિટલ પર આ ફિલ્મે મોટા ભાગનું કવર કરી લીધું છે. એથી એ ફિલ્મ પર આધાર રાખે છે કે એને ડિજિટલ મીડિયમ પર રિલીઝ કરવી કે નહીં.’

bollywood bollywood news bollywood gossips kangana ranaut