કહો જોઈએ, બિગ બીની આ ફાંદ શેની બનેલી છે?

09 December, 2014 06:36 AM IST  | 

કહો જોઈએ, બિગ બીની આ ફાંદ શેની બનેલી છે?



રશ્મિન શાહ

ઓરિજિનલી બિગ બીનું ટમી બહાર આવ્યું નથી અને એ બહાર ન આવે એ માટે તેઓ પોતે પણ એટલી જ કાળજી રાખે છે, પરંતુ ‘પિકુ’માં ફાંદાળા દેખાવાનું હોવાથી બિગ બી માટે ખાસ એક ફાંદ બનાવવામાં આવી હતી, જે જેલીમાંથી તૈયાર કરવામાં આવી હતી. જેલીની આ નકલી ફાંદને પેટ સાથે ફિક્સ કરવામાં આવતી હતી અને એ પછી એના પર કપડાં પહેરવામાં આવતાં હતાં.
જેલીમાં ખાસ કાંઈ વજન હોતું નથી એને કારણે આ નકલી ફાંદ જેલીની બનાવવામાં આવી હતી. ઓરિજિનલ પેટ કરતાં લગભગ ૬ ઇંચ જેટલી બહાર નીકળતી આ જેલી-ટમી માત્ર પોણાબે કિલો વજનની છે. જેલી-ટમી તૂટી ન જાય એવા પ્લાસ્ટિક મટીરિયલથી બની છે છતાં સેફ્ટીના ભાગરૂપે શૂટિંગ દરમ્યાન ત્રણથી ચાર નકલી ફાંદ તૈયાર રાખવામાં આવી હતી જેથી એ તૂટી જાય તો પણ શૂટિંગ ન અટકે.
‘પિકુ’માં અમિતાભ બચ્ચનનું કામ સમાપ્ત થઈ ગયું છે. ફિલ્મ ૨૦૧૫ના એપ્રિલમાં રિલીઝ થશે.