બીગ બી ઉદ્દઘાટન કરશે ફિલ્મ-ફેસ્ટિવલનું,રજનીકાન્તને મળશે અવૉર્ડ

13 November, 2014 05:24 AM IST  | 

બીગ બી ઉદ્દઘાટન કરશે ફિલ્મ-ફેસ્ટિવલનું,રજનીકાન્તને મળશે અવૉર્ડ




ફેસ્ટિવલમાં અમિતાભ બચ્ચન મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે જ્યારે રજનીકાન્તને ફિલ્મ પર્સનાલિટી ઑફ ધ યરનો સેન્ટિનરી અવૉર્ડ એનાયત કરવામાં આવશે. આ ફેસ્ટિવલમાં જુદી-જુદી કૅટેગરીઓમાં ૭૫ દેશોની ૧૭૯ ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવશે. આ ઉપરાંત ઇન્ડિયન પૅનોરમા વિભાગમાં ૪૧ ફીચર અને નૉન-ફીચર ફિલ્મો સામેલ છે. આ ફેસ્ટિવલનું ફોકસ નૉર્થઈસ્ટ વિસ્તાર છે અને ત્યાંની ૭ ફિલ્મો પણ ફેસ્ટિવલમાં પ્રદર્શિત થશે.