કેટલાક કટ્સ કર્યા અને અશ્લીલ શબ્દો બદલ્યા પછી ભૂત બંગલાને મળ્યું U/A ૧૬+ સર્ટિફિકેટ

14 April, 2026 11:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સેન્સર બોર્ડે ફિલ્મના પ્રથમ ભાગમાં મહિલાઓ વિશે અપમાનજનક સંદર્ભ બદલવા માટે પણ કહ્યું હતું

ફિલ્મનું પોસ્ટર

અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ ૧૭ એપ્રિલે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા કેટલાક ફેરફારો બાદ U/A ૧૬+ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. પરીક્ષણ સમિતિએ ફિલ્મમાં થોડા ફેરફારો સૂચવ્યા હતા. ફિલ્મમાં ૨૬મી મિનિટે આવતો એક અશ્લીલ શબ્દ બદલવામાં આવ્યો છે તેમ જ લગભગ એક કલાક પછી આવતા કેટલાક અન્ય અશ્લીલ શબ્દોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ફિલ્મના અંતમાં સબટાઇટલમાં રહેલો એક અશ્લીલ શબ્દ દૂર કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો.

સેન્સર બોર્ડે ફિલ્મના પ્રથમ ભાગમાં મહિલાઓ વિશે અપમાનજનક સંદર્ભ બદલવા માટે પણ કહ્યું હતું. ઉપરાંત, ફિલ્મમાં દર્શાવવામાં આવેલા ધાર્મિક અથવા અંધશ્રદ્ધા સંબંધિત મુદ્દાઓ માટે ડિસ્ક્લેમર ઉમેરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.

શરૂઆતમાં ફિલ્મનો સમય લગભગ ૧૭૦ મિનિટ જણાવવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં મેકર્સે સ્વૈચ્છિક કટ્સ કર્યા બાદ લગભગ ૬૩ સીન ઘટાડવામાં આવ્યા છે. હવે ફિલ્મનો રનટાઇમ ૧૬૪.૫૨ મિનિટ એટલે કે બે કલાક ૪૪ મિનિટ બાવન સેકન્ડનો થયો છે.

akshay kumar upcoming movie priyadarshan ekta kapoor entertainment news bollywood bollywood news central board of film certification cbfc