ઍક્શન એ ‘ભોલા’ની હાઇલાઇટ છે : અજય

24 March, 2023 04:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેણે ફિલ્મની ઍક્શન તેના ડૅડી વીરુ દેવગનને સમર્પિત કરી

અજય દેવગન

અજય દેવગને તેની આગામી ફિલ્મ ‘ભોલા’ને લઈને જણાવ્યું કે તેની ઍક્શન ફિલ્મની હાઇલાઇટ છે અને સાથે જ આ ફિલ્મની ઍક્શન તેના ડૅડી વીરુ દેવગનને સમર્પિત કરી છે. એ ૬ મિનિટના બાઇક-ટ્રકની ચેઝ ઍક્શન સીક્વન્સનો વિડિયો તેણે સોશ્યલ મીડિયામાં શૅર કર્યો છે. એને શૂટ કરવામાં ૧૧ દિવસ લાગ્યા હતા. સાથે જ એનું પ્લાનિંગ અને રિહર્સલમાં ત્રણ મહિના લાગ્યા હતા. એ સીક્વન્સમાં હાઈ-સ્પીડ, સ્ટન્ટ્સ, જમ્પ્સ અને ક્રૅશિસનો સમાવેશ થયો છે. આ ફિલ્મ ૩૦ માર્ચે રિલીઝ થશે. ફિલ્મમાં અજય દેવગન સાથે તબુ, સંજય મિશ્રા, ગજરાજ રાવ, વિનીત કુમાર અને દીપક ડોબરિયાલ પણ જોવા મળશે. એ ઍક્શન સીક્વન્સ વિશે અજય દેવગને કહ્યું કે ‘ફિલ્મ ‘ભોલા’ની ઍક્શન જ એની હાઇલાઇટ્સ છે. બાઇક-ટ્રક ચેઝ ફિલ્માવવા ખૂબ અઘરા હતા. કાશ મારા પિતા વીરુ દેવગન આ ફિલ્મ જોવા માટે જીવતા હોત. તેઓ કદાચ આ જોઈને મને શાબાશી આપત, કારણ કે તેમણે પોતાનું જીવન ઍક્શનમાં નવાપણું લાવવામાં વિતાવ્યું હતું.’
આ ઍક્શન સીક્વન્સને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અજય દેવગને કૅપ્શન આપી હતી, ‘અહીં તમારી સાથે ‘ભોલા’ના એ ૬ મિનિટના બાઇક-ટ્રકની ચેઝ ઍક્શન સીક્વન્સને શૅર કરું છું, જેને ૧૧ દિવસમાં શૂટ કરવામાં આવ્યું હતું. IMAX 3Dમાં એ ઍક્શન સીક્વન્સનો અનુભવ લેજો.’

entertainment news bollywood bollywood news ajay devgn