સલમાન ખાન સાથે મમતા બેનર્જીએ કર્યો ડાન્સ, કહી દીધી આ મોટી વાત

05 December, 2023 09:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mamata Banerjee Dances with Salman Khan: ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારોહમાં સલમાન ખાન, મહેશ ભટ્ટ, અનિલ કપૂર, સોનાક્ષી સિન્હા અને શત્રુઘ્ન સિન્હા જેવા સિતારા પહોંચ્યાં હતાં.

સલમાન ખાન (ફાઈલ તસવીર)

Mamata Banerjee Dances with Salman Khan: કોલકાતામાં વર્ષના સૌથી એક્સાઈટિંગ ઇવેન્ટ્સમાંની એકની શરૂઆત થઈ ગઈ છે. કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2023ની ચાહકો દર વર્ષે રાહ જોતા હોય છે. આની શરૂઆત 5 ડિસેમ્બરે થઈ. ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારોહમાં સલમાન ખાન, મહેશ ભટ્ટ, અનિલ કપૂર, સોનાક્ષી સિન્હા અને શત્રુઘ્ન સિન્હા જેવા સિતારા પહોંચ્યાં હતાં. આ દરમિયાન સલમાન ખાનને પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે ડાન્સ કરતા જોવા મળ્યા.

સલમાન ખાન સાથે મમતા બેનર્જીએ કર્યો ડાન્સ
Mamata Banerjee Dances with Salman Khan: ઉદ્ઘાટન સમારોહમાંથી સલમાન ખાન અને મમતા બેનર્જીનો એક વીડિયો સામે આવ્યો છે. આમાં તેમને સ્ટેજ પર ઊભાં રહેલાં જોવા મળે છે. સલમાન ખાન, મુખ્યમંત્રી મમતા બેનર્જીને ડાન્સ કરવા માટે આગ્રહ કરે છે. તે પહેલા તો ના પાડે છે, પણ પછી મહેશ ભટ્ટ તેમને કહે છે. બધા સિતારા સાથે મળીને ડાન્સ કરે છે. એવામાં સલમાન ખાન અને મમતા બેનર્જી સાથે ઝૂમતા જોવા મળ્યા. બન્નેનો વીડિયો ઘણો સારો આવ્યો છે.

કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2023, 5 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર સુધી ચાલશે. આમાં ભારતથી રોમાનિયા, મેક્સિકો, જર્મની, ફ્રાન્સ સહિત બાંગ્લાદેશ અને કઝાકિસ્તાનની ફિલ્મો પણ બતાવવામાં આવશે. આ ફિલ્મ ફેસ્ટિવલની ઓપનિંગ સેરેમનીમાં સલમાન ખાન બ્લેક પેન્ટ-શર્ટ, સૂટમાં ખૂબ જ હેન્ડસમ અવતારમાં પહોંચ્યા હતા. તેમણે ડાન્સ કરતી વખતે પોતાનો ફેમસ દબંગ ડાન્સ સ્ટેપ પણ કર્યો. આમાં તેમનો સાથ સોનાક્ષી સિન્હાએ આપ્યો.

સલમાન ખાનને પોતાના ઘરે જોઈ રહી ગઈ દંગ
Mamata Banerjee Dances with Salman Khan: સલમાન ખાને આ સેરેમનીમાં ફેન્સ સાથે વાત પણ કરી. સાથે જ તેમણે પોતાનો ફેમસ ડાયલૉગ `એક બાર જો મેને કમિટમેન્ટ કર દી, ફિર મેં અપને આપ કી ભી નહીં સુનતા` પણ બોલ્યા. સલમાન ખાનને જોઈને ઑડિયન્સે પણ ચિયર અને હૂટિંગ કર્યું. સલમાન ખાને કહ્યું, `આ સૌથી મોટા ફિલ્મ ફેસ્ટિવલમાંનો એક છે. હું અહીં આવીને ખુશ છું. જ્યારે દીદીએ મને આમંત્રણ આપ્યું તો મારા મગજમાં માત્ર એ હતું કે મારે તેમનું ઘર જોવું છે. મને ખરેખર દીદીથી જલન થાય છે કારણકે તેમનું ઘર મારાથી નાનું છે. મારું પણ ઘર નાનું છે. તો હું ખુશ છું કે તેમનું ઘર મારાથી પણ નાનું છે. તેમના જેટલું મોટું પદ ધરાવતી વ્યક્તિ મારા ઘરથી પણ નાના ઘરમાં કેવી રીતે રહી શકે છે.`

Mamata Banerjee Dances with Salman Khan: સેરેમનીમાં શત્રુઘ્ન સિન્હા પણ સામેલ હતા. તેમણે અહીં વાતચીતમાં કહ્યું, "કોઈપણ ફિલ્મના સારા લોકોને આગળ આવીને રાજકારણનો ભાગ બનવો જોઈએ. જો સારા લોકો રાજકારણમાં ન આવે તો તમારા પર ખરાબ લોકોનો રાજ હશે. સારા લોકોને ચોક્કસ આગળ આવવું જોઈએ. મમતા બેનર્જીએ સમય સાથે તમે તમને સાબિત કર્યો છે. હાલ મમતા બેનર્જી તમારે ડરવું ન જોઈએ, તમે આયર્ન લેડી છો. તમે તમારી લડાઈ ચાલુ રાખો."

ઘણીવાર કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સુપરસ્ટાર શાહરુખ ખાન હાજરી આપશે. મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે તેમની સારી મિત્રતા છે. મમતા, શાહરુખને પોતાના ભાઈની જેમ માને છે. બન્ને ફિલ્મ ફેસ્ટિવલમાં સાથે જોવામાં આવે છે. જો કે આ વખતે ઉદ્ઘાટન સમારોહમાંથી શાહરુખ ખાન ગેરહાજર રહ્યા અને તેમની જગ્યા સલમાન ખાને લીધી. સલમાન અને મમતાનો વીડિયો ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

Salman Khan mamata banerjee Shah Rukh Khan mahesh bhatt bollywood news west bengal bollywood gossips bollywood kolkata