બેલ્જિયમમાં જન્મેલી સિંગર કનિકાના નવાં ચાર ગીત રિલીઝ, ભારત સાથે છે ગાઢ સંબંધ

29 May, 2022 10:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કનિકા પટવારી ‘રુનક ઝુનક’ ગીતથી લોકપ્રિય છે. જેમાં રાજસ્થાની સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી. 

કનિકા પટવારી

મુળ ભારતીય અને બેલ્જિયમમાં જન્મેલી અને ઉછરેલી સિંગર કનિકા પટવારીને ભારત સાથે ભારતીય સંગીત સાથે ગાઢ પ્રેમ છે. તાજેતરમાં કનિકા પટવારીએ EP શીર્ષક ‘કરન્ટ્સ’હેઠળ નવા ચાર ગીત રિલીઝ કર્યા છે. 21મી મે ના રોજ રિલીઝ થયેલા આ ચાર ગીતો  `ખોને દો`, `તારે`, `બાવરે` અને `દિલ પરદેસી` છે. 

આ દરેક ગીતો જીવનના અલગ અલગ ભાવો વર્ણવે છે. જ્યારે `ખોને દો` એ તુટ્યા પછી પણ કેવી રીતે જીવવું તેના વિશે છે,  `તારે` એ બ્રહ્માંડ સામેની ફરિયાદ છે જે તમને એક નવા-મળેલા સોલમેટથી અલગ કરે છે. ‘બાવરે’ આશા અને મોટા સપનાઓનું વર્ણન છે, અને ‘દિલ પરદેસી’ એ કોઈની સામે તમારું હૃદય ગુમાવવાની રમતિયાળ કબૂલાત છે. આ ચારેય ગીત દરેક મૂડથી ગાઢ રીતે પરિચિત છે. 

કનિકા પટવારી ‘રુનક ઝુનક’ ગીતથી લોકપ્રિય છે. જેમાં રાજસ્થાની સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી. 

કનિકા પટવારીનું કહેવું છે કે, `એક સંગીતકાર તરીકે, તમારું સંગીત બનાવતી વખતે તમે કોણ છો તે વિશે તમે પ્રમાણિક બનો એ મહત્વનું છે. હું રાજસ્થાની પરિવારમાં ઉછરી છું તે ધ્યાનમાં રાખીને, મેં મારા બાળપણમાં જે સાંભળ્યું અને જોયું તેનાથી પ્રેરિત થઈને ગીત બનાવ્યા છે. આ સાથે જ મેં ભારતીય સંગીત સાથે પશ્ચિમી સંગીતનું મિશ્રણ કર્યુ છે. 

તાજેતરમાં સ્નાતક થયા પછી કનિકાએ MusicRecycle, www.musicrecycle.com નામની પહેલ શરૂ કરી છે. આ પ્રોજેક્ટનો હેતુ સંગીત દ્વારા રિસાયકલ કરવાની જરૂરિયાત અંગે જાગૃતિ લાવવાનો છે. સંગીત ઉત્સવો અને લાઇવ કોન્સર્ટ એ સંગીત ઉદ્યોગના કાર્બન ફૂટપ્રિન્ટમાં સૌથી મોટો ફાળો છે. MusicRecycleનો ઉદ્દેશ્ય આ ઇવેન્ટ્સને વધુ ઇકો-ફ્રેન્ડલી, ટકાઉ ઇવેન્ટ્સમાં કન્વર્ટ કરવાનો છે.

bollywood news entertainment news belgium