આઉટસાઇડર હોવાથી મને સારી સ્ક્રિપ્ટ ખૂબ ઓછી મળે છે : અમાયરા દસ્તુર

26 December, 2018 02:57 PM IST  | 

આઉટસાઇડર હોવાથી મને સારી સ્ક્રિપ્ટ ખૂબ ઓછી મળે છે : અમાયરા દસ્તુર

અમાયરા દસ્તુર

અમાયરાની ‘રાજમા ચાવલ’ હાલમાં જ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. દમદાર સ્ક્રિપ્ટ વિશે અમાયરાએ કહ્યું હતું કે ‘જો તમે આઉટસાઇડર હો તો ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં સારી સ્ક્રિપ્ટ ખૂબ ઓછી મળે છે. મારા માટે હંમેશાં ઍક્ટિંગ ખાસ મહત્વ ધરાવે છે અને હું એવી ફિલ્મો કરીશ જેમાં દમદાર સ્ક્રિપ્ટ હોય.’


દર્શકો પણ આજે દમદાર સ્ક્રિપ્ટ હોય એવી ફિલ્મો જોવાનો આગ્રહ રાખે છે. ફિલ્મની સ્ટોરી જો અસરદાર ન હોય તો ફિલ્મને રિજેક્ટ કરે છે. આ વિશે અમાયરાએ કહ્યું હતું કે ‘મોટા કલાકારોની ફિલ્મો પણ આજે દર્શકો રિજેક્ટ કરતા હોય છે ત્યારે એવો અનુભવ થાય છે કે ઇન્ડસ્ટ્રીમાં સારી સ્ક્રિપ્ટ અને સારી કન્ટેન્ટ ખૂબ જ મહત્વનાં છે. આપણા દર્શકોએ પણ ‘ઠગ્સ ઑફ હિંદોસ્તાન’ને ઠુકરાવી દીધી છે અને આપણે એના સાક્ષી છીએ. તેમને ‘અંધાધુન’ અને ‘બધાઈ હો’ જોઈએ છે. આપણા દર્શકો સારી ફિલ્મોની ઝંખના રાખે છે.’

entertaintment bollywood amyra dastur