ઘરમાં પાળતું જાનવર હોવાથી વ્યક્તિ જવાબદાર બને છે : શ્રેયસ તળપદે

29 March, 2020 06:50 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

ઘરમાં પાળતું જાનવર હોવાથી વ્યક્તિ જવાબદાર બને છે : શ્રેયસ તળપદે

શ્રેયસ તલપડે

શ્રેયસ તળપદેનું માનવું છે કે ઘરમાં પાળતું જાનવર હોવાથી વ્યક્તિ જવાબદાર બને છે અને માનસિક શાંતિ પણ મળે છે. શ્રેયસના ઘરમાં થોડા સમય પહેલાં જ દીકરીનો જન્મ થયો હતો. તેનું નામ આદ્યા રાખવામાં આવ્યું છે. શ્રેયસના ઘરમાં દસ વર્ષના ડૉગીનું નામ ડોન રાખવામાં આવ્યું છે. દેશમાં લૉકડાઉનની સ્થિતિમાં પેટ્સની સાથે રહેવાથી અનેક લાભ થાય છે એ વિશે શ્રેયસે કહ્યું હતું કે ‘ઘરમાં પેટ્સ હોય તો એનાં અનેક લાભ હોય છે. એ તમને જવાબદાર અને કમિટેડ બનાવે છે. આદ્યાનો જ્યારે જન્મ થયો ત્યારે ડોન વધુ ધ્યાન આપવા માટે જિદ કરતો હતો. તે એકદમથી અશાંત બની ગયો હતો. અમે હંમેશ તેના માટે ખડેપગે ઊભા રહેતા હતા. મજાકને સાઇડ કરતાં સિરિયસલી કહું તો ડોન જ્યારે મારી આસપાસ હોય ત્યારે તે મને શાંતિ આપે છે. હું તેને વહાલ કરું છું અને થોડી મિનિટોમાં જ મને મારામાં પરિવર્તન દેખાવા માંડે છે.’

shreyas talpade bollywood bollywood news bollywood gossips