વેબ-સિરીઝથી ઍક્ટર્સને વધુ કામ મળી રહ્યું છે : ફાતિમા સના શેખ

24 December, 2018 07:15 PM IST  | 

વેબ-સિરીઝથી ઍક્ટર્સને વધુ કામ મળી રહ્યું છે : ફાતિમા સના શેખ

ફાતીમા સના શેખ

‘દંગલ’માં જોવા મળેલી ફાતિમા સના શેખનું માનવું છે કે વેબ-સિરીઝને કારણે કામની ઘણી તકો ઊભી થઈ છે. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર આવતા ભારતીય શોને લઈને પણ ફાતિમા ખૂબ જ ખુશ છે. તે મંગળવારે વેબ-સિરીઝ ‘સિલેક્શન ડે’ના પ્રીમિયરમાં જોવા મળી હતી. ‘સિલેક્શન ડે’ની સ્ટોરી પિતા અને તેમના બે દીકરાઓ પર આધારિત છે. તેમને ક્રિકેટમાં પોતાની કરીઅર બનાવવાની ઇચ્છા હોય છે. આ વેબ-સિરીઝ વિશે ફાતિમાએ કહ્યું હતું કે ‘હું ખૂબ જ ઉત્સાહિત છું અને એનું ટ્રેલર જોઈને એને જોવાની પણ તાલાવેલી વધી ગઈ છે. હું ખુશ છું કે નેટફ્લિક્સ માટે અનેક ઇન્ડિયન શોઝ બની રહ્યા છે અને એના થકી અમને (કલાકારોને), રાઇટર્સ, ડિરેક્ટર્સ અને ટેãક્નશ્યન્સને ખૂબ તકો મળી રહી છે. હવે આપણી પાસે જોવા માટે અને પફોર્ર્મ કરવા માટે અનેક પર્યાયો છે. એથી મને ખુશી થાય છે કે આવા શોઝ અને સિરીઝ બની રહ્યાં છે.’

fatima sana shaikh dangal thugs of hindostan