'બૅટમૅન'ને પણ થયો કોરોના, અભિનેતા રૉબર્ટ પૅટિસનનો રિપોર્ટ પૉઝિટિવ

04 September, 2020 11:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

'બૅટમૅન'ને પણ થયો કોરોના, અભિનેતા રૉબર્ટ પૅટિસનનો રિપોર્ટ પૉઝિટિવ

અભિનેતા રૉબર્ટ પૅટિસન

કોરોના વાયરસ (COVID-19)ના સંક્રમણથી જાણે કોઈ બાકાત જ નથી રહ્યું. હૉલીવુડના સુપરહિરો 'બૅટમૅન'ને પણ કોરોના થયો છે. એટલેકે, ફિલ્મોમાં 'બૅટમૅન'નું પાત્ર ભજવતા અભિનેતા રૉબર્ટ પૅટિસન (Robert Pattinson)નો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. તેથી ફિલ્મનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં, ફિલ્મની રિલીઝ તારીખ પણ આગળ ખસેડવામાં આવી છે.
'બૅટમૅન' સિરીઝની આગામી ફિલ્મનું શૂટિંગ લંડનમાં શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રૉબર્ટ પૅટિસનનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. જોકે, રાહતના સમાચાર એ છે કે, રૉબર્ટ પૅટિસન સિવાય આખી ટીમ સુરક્ષિત છે. પરંતુ સાવચેતીના ભાગરૂપે આખી ટીમને આઈસોલેશનમાં મોકલી દેવાઈ છે. ફિલ્મનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે.

કોરોના વાયરસ ફિલ્મ 'બૅટમૅન'ના શુટિંગમાં સતત અવરોધો ઉભા કરી રહ્યો છે. આ પહેલાં પણ કોરોનાને લીધે જ ફિલ્મનું શૂટિંગ સાત અઠવાડિયા સુધી રોકવામાં આવ્યું હતું. મૈટ રિવ્સ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ જૂન 2021માં રિલીઝ થવાની હતી. પરંતુ હવે શૂટિંગમાં વિલંબ આવતા પોસ્ટ પ્રોડક્શન પણ લંબાશે. એટલે જ નિર્માતા વૉર્નર બ્રધર્સે રિલીઝ તારીખ 1 ઓક્ટોબર 2021 કરી દીધી છે.

coronavirus covid19 entertainment news hollywood news robert pattinson batman