લેડીઝ સ્પેશ્યલમાં જોવા મળશે બપ્પી લાહિરી

14 February, 2019 12:20 PM IST  | 

લેડીઝ સ્પેશ્યલમાં જોવા મળશે બપ્પી લાહિરી

બપ્પી લાહિરી બહુ જલદી સોની ટીવી પર આવતી સિરિયલ ‘લેડીઝ સ્પેશ્યલ’માં જોવા મળશે. આ શોમાં છવી પાન્ડે એક અસ્પાયરિંગ સિંગર પ્રાર્થના કશ્યપનું પાત્ર ભજવી રહી છે. તેના સિન્ગિંગથી તેના ઘરની સાથે ઑફિસની પણ તમામ વ્યક્તિઓ અવાચક હોય છે. આ શોમાં બપ્પી લાહિરી એક આલબમ લૉન્ચ કરવા માગતા હોય છે અને એ માટે એક નવા અવાજની શોધમાં હોય છે જેને આજ સુધી ઇન્ડસ્ટ્રી દ્વારા સાંભળવામાં ન આવ્યો હોય. આ દરમ્યાન પ્રાર્થનાના વાઇરલ થયેલા વિડિયો પર તેમની નજર પડે છે. તેઓ પ્રાર્થનાને તેમની સાથે ગીત રેકૉર્ડ કરવાની ઑફર કરે છે. આ વિશે જણાવતાં બપ્પી લાહિરીએ કહ્યું હતું કે ‘હું આ શોમાં કામ કરવા માટે ખૂબ જ ઉત્સુક છું, કારણ કે એમાં રોજિંદા જીવનની દરેક સ્ટ્રગલને રજૂ કરવામાં આવે છે. હું આ ઇન્ડસ્ટ્રીમાં ઘણા સમયથી કામ કરી રહ્યો હોવાથી હું તેને ખૂબ જ સારી રીતે સમજી શકું છું. મેં પર્સનલી છવીનો અવાજ સાંભYયો છે અને એ ખૂબ જ સુંદર છે. તેના અવાજમાં એક જાદુ છે. મને જ્યારે આ પાત્ર ઑફર કરવામાં આવ્યું ત્યારે મેં એ માટે એક સેકન્ડનો પણ સમય નહોતો લીધો.’

entertaintment bappi lahiri