10 December, 2024 10:38 AM IST | Indore | Gujarati Mid-day Correspondent
લોકોએ પોતાની કૉન્સર્ટ જોવા કેવા-કેવા ઉપાય અજમાવેલા એનો ફોટો દિલજિત દોસાંઝે શૅર કર્યો હતો.
રવિવારે રાત્રે ઇન્દોરમાં દિલજિત દોસાંઝની કૉન્સર્ટ હતી, જેમાં શરાબ અને નૉનવેજ ફૂડના સ્ટૉલ રાખવામાં આવવાના હતા. જોકે કૉન્સર્ટ પહેલાં બજરંગ દળને આ વાતની ખબર પડતાં એણે આ બાબતનો જોરદાર વિરોધ કર્યો અને આયોજકોને કહ્યું હતું કે તમે તમારા આ પ્લાન સાથે આગળ વધશો તો પ્રોગ્રામ થવા જ નહીં દઈએ. બજરંગ દળની આ ચેતવણીને પગલે આખરે કૉન્સર્ટમાં દારૂ અને નૉનવેજના સ્ટૉલ નહોતા રાખવામાં આવ્યા.