બાહુબલી : ધ બિગિનિંગની પ્રીક્વલ વેબ-સિરીઝ ખરેખર ક્યાં અટકી છે?

21 September, 2020 09:49 PM IST  |  Ahmedabad | Nirali Dave

બાહુબલી : ધ બિગિનિંગની પ્રીક્વલ વેબ-સિરીઝ ખરેખર ક્યાં અટકી છે?

બાહુબલી : ધ બિગિનિંગની પ્રીક્વલ વેબ-સિરીઝ ખરેખર ક્યાં અટકી છે?

નેટફ્લિક્સ સૌથી પૉપ્યુલર ફ્રૅન્ચાઇઝી ‘બાહુબલી’ની પ્રીક્વલ બનાવી રહ્યું છે એટલે કે ‘બાહુબલી ઃ ધ બિગિનિંગ’ અને ‘બાહુબલી : ધ કન્ક્લુઝન’ ફિલ્મો કરતાં પણ પહેલાંની વાર્તા ડેવલપ કરવામાં આવશે. નેટફ્લિક્સના આ અત્યંત મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં યુવાન શિવગામી તરીકે મૃણાલ ઠાકુર (સુપર ૩૦) જોવા મળશે. એસએસ રાજમૌલીની ફિલ્મ ‘બાહુબલી’ સાથે જોડાયેલી કંપની અર્ક મીડિયા વર્ક્સ નેટફ્લિક્સ માટેની આ સિરીઝ પર કામ કરી રહ્યું છે.
આ શોની પહેલી સીઝનમાં કુલ ૯ એપિસોડ હશે, જેમાંથી ૮ એપિસોડનું શૂટિંગ પૂરું થઈ ચૂક્યું છે છતાં એ નજીકના ભવિષ્યમાં રિલીઝ નહીં થાય. નેટફ્લિક્સ અને અર્ક મીડિયા વર્ક્સને ઑલરેડી શૂટ થયેલા એપિસોડથી સંતોષ નથી મળ્યો એટલે એનું મોટા પાયે રીશૂટ અને એડિટિંગ થવાનું છે. બાહુબલીની લોકપ્રિયતાને જોતાં મેકર્સ ક્વૉલિટી બાબતે કોઈ બાંધછોડ કરવા નથી માગતા એથી દેવ કટ્ટા અને પ્રવીણ સત્તારુ (અગાઉના ડિરેક્ટર)ને બદલે હવે ખુદ ‘બાહુબલી’ ડિરેક્ટર રાજમૌલી આ સિરીઝનું કામ સંભાળવાના છે એવું કહેવાઈ રહ્યું છે. ડિજિટલ માધ્યમ પર આ સિરીઝ જોઈને ‘બાહુબલી’ના આકંઠ ચાહકોને ફિલ્મ જેટલી જ મજા પડે એનું મેકર્સ ખાસ ધ્યાન રાખવાના છે.

bollywood bollywood news bollywood gossips