બાદશાહને તેના વિવાદાસ્પદ ગીત ટટીરીના મામલે હવે નૅશનલ કમિશન ફૉર વિમેને મોકલ્યું સમન્સ

20 March, 2026 03:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કમિશનના નિવેદન અનુસાર ગીતનું કન્ટેન્ટ પ્રથમ નજરે આપત્તિજનક લાગે છે અને એ ભારતીય ન્યાય સંહિતા, માહિતી ટેક્નૉલૉજી અધિનિયમ તથા મહિલાઓના અશ્લીલ પ્રદર્શન (પ્રતિબંધ) અધિનિયમ, ૧૯૮૬ના નિયમોનું ઉલ્લંઘન કરતું હોઈ શકે છે

બાદશાહને તેના વિવાદાસ્પદ ગીત ટટીરીના મામલે હવે નૅશનલ કમિશન ફૉર વિમેને મોકલ્યું સમન્સ

સિંગર બાદશાહની મુશ્કેલીઓ સતત વધી રહી છે. હવે તેને નૅશનલ કમિશન ફૉર વિમેન (NCW)એ તેના ગીત ‘ટટીરી’માં અશ્લીલતાના મામલે સમન્સ મોકલ્યું છે. કમિશને મીડિયા-રિપોર્ટ્સના આધારે આ મામલે સ્વયં પગલું લઈને ગીતના શબ્દો અને વિઝ્‍‍યુઅલ્સ વિશે ચિંતા વ્યક્ત કરી છે. આ મામલે માત્ર બાદશાહ જ નહીં, ગીતના દિગ્દર્શક માહી સંધુ, સહ-દિગ્દર્શક જોબન સંધુ અને પ્રોડ્યુસર હિતેનને પણ નોટિસ પાઠવવામાં આવી છે. તમામને પચીસમી માર્ચે બપોરે ૧૨.૩૦ વાગ્યે જરૂરી દસ્તાવેજ સાથે કમિશન સમક્ષ હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
કમિશનના નિવેદન અનુસાર ગીતનું કન્ટેન્ટ પ્રથમ નજરે આપત્તિજનક લાગે છે અને એ ભારતીય ન્યાય સંહિતા, માહિતી ટેક્નૉલૉજી અધિનિયમ તથા મહિલાઓના અશ્લીલ પ્રદર્શન (પ્રતિબંધ) અધિનિયમ, ૧૯૮૬ના નિયમોનું ઉલ્લંઘન કરતું હોઈ શકે છે. કમિશને ચેતવણી આપી છે કે જો આદેશનું પાલન નહીં કરવામાં આવે તો કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. આ અગાઉ હરિયાણા મહિલા આયોગ અને બાળ અધિકાર સંરક્ષણ આયોગ પણ પહેલાં જ બાદશાહને નોટિસ પાઠવી ચૂક્યા છે.

badshah bollywood news bollywood buzz bollywood gossips bollywood entertainment news