17 July, 2024 11:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિકી કૌશલ અને તૃપ્તિ ડિમરી ‘બેડ ન્યુઝ’માં
વિકી કૌશલ અને તૃપ્તિ ડિમરીની ‘બેડ ન્યુઝ’માંથી સેન્સર બોર્ડે તેમના કિસિંગ સીન પર કાતર ચલાવી છે. આ ફિલ્મને યુનિવર્સલ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. એમાં ‘જાનમ’ ખૂબ જ સેન્સ્યુઅલ સૉન્ગ છે તેમ જ ઘણા કિસિંગ સીન પણ હતા. જોકે ત્રણ કિસિંગનાં દૃશ્ય મળીને સેન્સર બોર્ડે ટોટલ ૨૭ સેકન્ડની કિસ કાઢી નાખી છે. પહેલી કિસમાંથી નવ સેકન્ડ, બીજી કિસમાંથી દસ સેકન્ડ અને ત્રીજી કિસમાંથી આઠ સેકન્ડ ઓછી કરી છે. આ ફિલ્મમાં તેમની સાથે પંજાબી ઍક્ટર-સિંગર એમી વર્ક પણ છે. કરણ જોહર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મમાં નેહા ધુપિયા પણ નાનકડી ભૂમિકામાં જોવા મળી રહી છે.