ટાઇગર-શ્રદ્ધાએ દસ બહાને 2.0 માટે ત્રણ લોકેશન પર કર્યું હતું શૂટિંગ

12 February, 2020 12:46 PM IST  |  Mumbai

ટાઇગર-શ્રદ્ધાએ દસ બહાને 2.0 માટે ત્રણ લોકેશન પર કર્યું હતું શૂટિંગ

ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરની ‘બાગી ૩’ના ગીત ‘દસ બહાને ૨.૦’ને ત્રણ વિવિધ જગ્યાએ શૂટ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું ત્યારથી જ તે ખૂબ જ ચર્ચામાં હતું. ત્યાર બાદ ઍક્શનથી ભરપૂર આ ફિલ્મના ટ્રેલરને પણ ખૂબ જ પસંદ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું ગીત ‘દસ બહાને ૨.૦’ને આજે રિલીઝ કરવામાં આવી રહ્યું છે. ૨૦૦૫માં આવેલી ‘દસ’માં ‘દસ બહાને’ ગીતનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : સયાની ગુપ્તા બની પ્રોડ્યુસર

વિશાલ-શેખરે ‘બાગી ૩’ માટે આ ગીતને રીક્રિએટ કર્યું છે. આ એક ડાન્સ નંબર છે અને એનું શૂટિંગ મુંબઈ, રાજસ્થાન અને સર્બિયામાં શૂટ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ટાઇગર અને શ્રદ્ધાની સાથે અંકિતા લોખંડે તેમ જ રિતેશ દેશમુખ પણ જોવા મળશે. ફિલ્મને છ માર્ચે રિલીઝ કરવામાં આવશે.

tiger shroff shraddha kapoor bollywood news entertaintment